સુરત: સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ હેઠળ બાઇકર્સ રેલીનું આયોજન
Live TV
-
ભારતીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા સેફટી અવેરનેસ પ્રોગ્રામની શરૂઆત કરાઈ છે. ટ્રાફિક જાગૃતિ અભિયાનના અનુસંધાને સુરતમાં બાઇકર્સ રેલીનું આયોજન થયું હતું. આર્મીના રિટાયર્ડ કર્નલ તેમજ સી આર પી એફના રિટાયર્ડ ઇન્સ્પેટર તેમજ અન્ય બાઇકર્સ દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. આ બાઇર્ક્સ પુનાથી દિલ્હી જશે અને ત્યાંથી નાગપુર જશે. તેઓ રસ્તામાં આવતા શહેરો તેમજ ગામડાઓની સ્કૂલોમાં જઈને રોડ સેફ્ટી તેમજ હેલ્મેટ પહેરવા માટે જરૂરી માર્ગદર્શન આપશે. આ બાઇર્ક્સની ટીમે કિમ પાસે આવેલ બોલાવ ગામની આર્યમ સ્કૂલની મુલાકત લઇ વિદ્યાર્થીઓને મોટર સાયકલ ચલાવતી વખતે જરૂરી સાવધાની બાબતે માર્ગદર્શન આપ્યું હતું.
