Skip to main content
Settings Settings for Dark

ડાંગ: ડાયાલિસિસ સેન્ટરની સુવિધાથી દર્દીઓ સારવારનો લઈ રહ્યા છે લાભ

Live TV

X
  • ડાંગ જીલ્લામાં કોઈ સુવિધા ન હોવાથી જીલ્લાના ગરીબ દર્દીઓ ડાયાલિસિસ કરાવવા માટે રૂપિયા ખર્ચીને બહાર જતા હતા. તેમને દર ડાયાલિસિસે રૂ. બે થી ત્રણ હજારનો ખર્ચ થતો હતો. પરંતુ, હવે આહવા ખાતે વિનામૂલ્યે ડાયાલિસિસ સેન્ટર ઉપલબ્ધ થતાં ગામના લોકોને રાહત થઇ ગઇ છે. જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે મા અમૃતમ યોજના હેઠળ કીડનીના દર્દીઓ માટે ડાયાલિસિસની સુવિધા સરકાર દ્વારા ઊપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધા જિલ્લાના ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. નવસારી, તાપી, વાંસદા સાથે મહારાષ્ટ્રથી અહીં આવીને દર્દીઓ ડાયાલિસિસનો લાભ લે છે. અત્યાર સુધીમાં 89 દર્દીએ સારવાર લીધી છે અને હાલ 10 દર્દીઓ ડાયાલિસિસ કરાવી રહ્યા છે. ડાયાલિસિસ માટે આવતા દર્દીઓને મા અમૃતમ યોજના હેઠળ દર ડાયાલિસિસે ભાડાના 300રૂપિયા આપવામાં આવે છે, જેથી ડાયાલિસિસ કરાવતા ગરીબ દર્દી ને આવવા જવાના નું ભાડું મળી રહે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply