Skip to main content
Settings Settings for Dark

ઝૂંપડપટ્ટીના બાળકોને ઉમાબેન આપી રહ્યા છે શિક્ષણ

Live TV

X
  • સમાજ સેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરતો કિસ્સો

    સમાજ સેવા એ જ પ્રભુ સેવા ઉક્તન સાર્થક કરતો એક કિસ્સો ધ્યાને આવ્યો છે. સામાન્ય રીતે ઝુંપડપટ્ટીને જોઈને નજર ફેરવી લેતા સામાન્ય નાગરિકોથી અલગ આઉટ ઓફ ધ બોક્સ વિચારનાર ઉમાબેન રોજ ઝુંપડપટ્ટીના 20 બાળકોને જ્ઞાન તથા વ્યક્તિત્વ વિકાસના પાક ભણાવી રહ્યા છે. મોટી ખોડીયાર ખાતે રહેતા ઉમાબેન વોક પર નીકળ્યા હતા. આણંદ સ્થિત સરદાર પટેલ રાજમાર્ગની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીના બાળકોને જોઈને પોતાનું બાળપણ યાદ આવ્યું. તેમણે બાળકોને કક્કો, બારાખડી સાથે અંગ્રેજી મૂળાક્ષરો શીખવવાનું શરૂ કર્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી ગોલ્ડ મેડલિસ્ટ પી.એચ.ડી. થયેલા ડો. ઉમાબેન શર્મા બાળકોને જ્ઞાન, કેળવણી તથા આંકડા અને શબ્દો શીખવાડી રહ્યા છે. બાળકો અંગ્રેજી બોલે છે. સાથે જ વાલીઓમાં પણ સુધારો જોવા મળ્યો છે. બાળકોના માતા-પિતા બ્રશ કરી સ્વચ્છ રહેવાનું શીખ્યા છે. રોજે રોજ ત્રણ કલાકથી વધુ સમય ડો.ઉમાબેન ફાળવે છે. શરૂઆતમાં ઉદાસીનતા દાખવતા બાળકો હવે ઉત્સાહભેર કલાસમાં રસ લે છે. ભણે છે અને માતાપિતાને પણ સ્વચ્છતાના પાઠ ભણાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply