Skip to main content
Settings Settings for Dark

ડાંગના ખેડૂત પરિવારના યુવાને IITમાં મેળવ્યો 1020મો ક્રમાંક

Live TV

X
  • ગામના ખેડૂત પરિવાર નો સૌથી નાનો દીકરો અવીરાજ ચૌધરીએ માતા પિતા તેમજ ગામનુ નામ રોશન કર્યુ છે. આ યુવાને દેશની સર્વોચ્ચ એન્જિનિયરિંગ ક્ષેત્રે લેવાતી પરીક્ષામાં 1020 મો ક્રમાંક મેળવી ને દેશની નામાંકિત આઈ.આઈ. ટી દિલ્હીમાં ટેકસટાઇલ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવ્યો છે.

    સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય આ ઉક્તિ આજે થોરપાડા ગામના અવીરાજ ચૌધરીએ સિદ્ધ કરી બતાવી છે. આહવાથી અંદાજિત 40 કિલોમીટરના અંતરે આવેલા થોરપાડા ગામમાં ખુશીનો માહોલ છે. ગામના ખેડૂત પરિવાર નો સૌથી નાનો દીકરો અવીરાજ ચૌધરીએ માતા પિતા તેમજ ગામનુ નામ રોશન કર્યુ છે. આ યુવાને દેશની સર્વોચ્ચ એન્જિનિયરિંગ ક્ષેત્રે લેવાતી પરીક્ષામાં 1020 મો ક્રમાંક મેળવી ને દેશની નામાંકિત આઈ.આઈ. ટી દિલ્હીમાં ટેકસટાઇલ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવ્યો છે. આમ અવીરાજ ચૌધરી આઈઆઈટી માં પ્રવેશ મેળવનાર ડાંગનો પ્રથમ વિદ્ધાર્થી બન્યો છે. જેની ખુશી ઘર ના લોકો માણી રહ્યા છે. નબળી આર્થિક પરિસ્થિતિ અને ખેત મજુરી પર નભતા અવિરાજે ફરી સાબિત કર્યુ છે કે ગરીબ-તવંગર જેવા કોઈ ભેદ શિક્ષણ ક્ષેત્રે હોતા નથી. પોતાનુ લક્ષ હાંસલ કરવા બસ એક દ્વઢ નિશ્ર્ચય ની જરૂર હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply