ડાંગ જિલ્લાના 311 ગામડાઓ બપ્પા મોરિયા નાદથી ગુંજી ઉઠ્યા
Live TV
-
સમગ્ર ડાંગ જિલ્લામાં ભક્તિપૂર્ણ માહોલમાં ગણેશ પર્વની ઉજવણી થઇ રહી છે. મુખ્ય મથક આહવા વઘઈ સુબીર અને સાપુતારા સહીત ડાંગના 311 ગામડાઓ ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજી ઉઠયા છે.
સમગ્ર ડાંગ જિલ્લામાં ભક્તિપૂર્ણ માહોલમાં ગણેશ પર્વની ઉજવણી થઇ રહી છે. મુખ્ય મથક આહવા વઘઈ સુબીર અને સાપુતારા સહીત ડાંગના 311 ગામડાઓ ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજી ઉઠયા છે. જિલ્લામાં આદિવાસી યુવક મંડળો દ્વારા ખૂબ જ સાદગીપૂર્વક રીતે ગણપતિબાપા ની મૂર્તિ ની સ્થાપના કરી પૂજા અર્ચના તેમજ ભજન કીર્તન ના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.ગણેશોત્સવમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણપતિની પૂજા ઘરે ઘર અને પંડાળો માં થાય છે ત્યારે ડાંગ જિલ્લાનું બોરખેત ગામ કે જ્યાં આખા ગામમાં એક જ ગણપતિ બેસાડવામાં આવ્યા છે. હનુમાનજીના મંદિરના પ્રાંગણમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે જ્યાં આખા ગામના લોકો એક જ સ્થળે આવીને પૂજા અર્ચના કરે છે બોરખેત ગામના આદિવાસી યુવક મંડળ વર્ષો થી આખા ગામ માં એકજ ગણપતિ ની નાની પ્રતિમા ની સ્થાપના કરે છે.
