Skip to main content
Settings Settings for Dark

દમણ નગરપાલિકા દ્વારા "ડેવલપમેન્ટ બુક"નું વિમોચન

Live TV

X
  • દમણ નગરપાલિકા દ્વારા "ડેવલપમેન્ટ બુક"નું વિમોચન, વિકાસ યોજનાઓની સમીક્ષા કરાઈ

    કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મોટી દમણ નગરપાલિકા દ્વારા આજે (તારીખ 8 ઓક્ટોબર) "ડેવલપમેન્ટ બુક" (વિકાસ પુસ્તિકા) વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ અસ્પી દમણીયા સહિત તમામ વોર્ડ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે, નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક બેઠક પણ યોજવામાં આવી હતી.

    બેઠક દરમિયાન વિવિધ વિકાસ યોજનાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ નવી પ્રકાશિત થયેલી ડેવલપમેન્ટ બુકમાં અનેક વિકાસ કાર્યો, જાહેર સુવિધાઓ અને શહેરી સુધારણા પ્રોજેક્ટ્સની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. આ બુકનો હેતુ દમણ શહેરમાં થયેલા વિકાસ કાર્યોની પારદર્શકતા અને જાગૃતિ લોકો સુધી પહોંચાડવાનો છે.

    પ્રમુખ અસ્પી દમણીયાએ નગરપાલિકાના પ્રયાસોને બિરદાવ્યા હતા અને શહેરી વિકાસની પ્રગતિને વધુ વેગ આપવા માટે આગામી યોજનાઓ પર ચર્ચા કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
apply