Skip to main content
Settings Settings for Dark

દ્વારકા ખાતે કાળીયા ઠાકર ભગવાન દ્વારકાધીશ સાથે ફુલડોલ મહોત્સવનું અનેરૂ મહત્વ

Live TV

X
  • યાત્રાધામ દ્વારકા ખાતે કાળીયા ઠાકર ભગવાન દ્વારકાધીશ સાથે ફુલડોલ મહોત્સવનું અનેરૂ મહત્વ હોઈ હજારોની સંખ્યાંમાં રાજ્ય ભરમાંથી પગપાળા ચાલીને શ્રદ્ધાળુ દ્વારકા આવી રહયા રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર પણ સેવા કેમ્પમાં જોડાયું હતું.

    દૂર દૂરથી પગ પાળા દ્વારકા આવતા શ્રધ્ધાળુ માટે ઠેક ઠેકાણે અનેક ખાણી પીણી ચા નાસ્તા માટેના સેવા કેમ્પો લાગ્યા હોઈ ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ પણ આ સેવા કેમ્પમાં જોડાઈ હતી અને ખંભાળિયા રોડ પર પોલીસ પરિવાર સેવા કેમ્પ રાખી ત્યાંથી પસાર થતા તમામ શ્રદ્ધાળુઓને રાત્રી દરમ્યાન ચાલવામાં મદદ રૂપ રહે તે રેડિયમ વારા બેલ્ટ સ્ટીકર લગાવી રહ્યા છે. તો પદયાત્રીઓને અડચણ રુપ ન થાય તે રીતે ટ્રાફિક વ્યવસથા પણ યોગ્ય રીતે કરાવી પોતાની સેવા આપી હતી.તો પોલીસ કર્મીઓ દ્વારા પદ યાત્રિકોને ચા -નાસ્તો તેમજ મેડિકલ સેવા પણ આપવામાં આવી રહી હોઈ લોકોમાં પણ પોલીસ તરફ સુમેળ ભર્યું વાતાવરણ સર્જાય છે.

    યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં ઉજવાતા ફૂલડોલ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તો કાળીયા ઠાકોરની સાથે રંગે રમવા ફુલડોલ મહોત્સવ માટે પગપાળા આવી રહ્યા છે. બાળકોથી માંડી યુવાનો તેમજ વૃદ્વાઓ પણ કાન્હા સંગ હોળી રમવા પગપાળા આવી રહ્યા છે. દૂર-દૂર થી પગપાળા આવતા શ્રદ્ધાળુને કોઇ તકલીફ ન પડે તે માટે દ્વારકા તરફ જતાં રસ્તા પર પદયાત્રીઓની સેવા માટે મોટી સંખ્યામાં સેવાભાવીઓ પણ આવી પહોંચ્યા છે. ઠેક-ઠેકાણે પદયાત્રિકોને ચા નાસ્તો જમવાનું તેમજ આરામ કરવા માટેની સંપૂર્ણ સગવડ આપવામાં આવી રહી છે. તો પગપાળા જતાં શ્રદ્ધાળુને મેડિકલ સગવડ પણ કેમ્પોમાં અપાઈ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply