રાજસ્થાન યુવા મંચના ઉપક્રમે અમદાવાદ શહેરમાં ફાગ મહોત્સવનું આયોજન કરાયું
Live TV
-
રાજસ્થાન યુવા મંચના ઉપક્રમે અમદાવાદ શહેરમાં ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીયમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની ઉપસ્થિતિમાં આ રંગારંગ ફાગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વર્ષોથી ધંધા-રોજગાર માટે રાજસ્થાનથી ગુજરાત આવી વસેલા લોકો સંગઠીત બની ગુજરાતનાં વિકાસમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે આ સંગઠન દ્વારા મુખ્યમંત્રીને પુલવામાનાં શહિદોને સહાય માટે પાંચ લાખ રૂપિયાનાં ચેક અર્પણ કર્યા હતા. આ પ્રસંગે યોજાયેલા રાજસ્થાનના ભાતિગળ લોકસંસ્કૃતિનાં કાર્યક્રમમાં રાજસ્થાનથી આવેલા કલાકારો દ્વારા લોકનૃત્ય અને સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી અને શહેરીજનોએ મનમૂકીને આ પ્રસ્તૃતિઓને માણી હતી.
