નવસારી: 21મું વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું
Live TV
-
પ્રદર્શનમાં 120 શાળાઓએ ભાગ લીધો
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તેમજ નવસારી જિલ્લા માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ દ્વારા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાનું 21મું વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું હતું. ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેકનોલોજી વિષય પર યોજાયેલા પ્રદર્શનમાં નવસારી જિલ્લાની કલ્પના ચાવલા શાળા વિકાસ સંકુલની 120 શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં બાળકો દ્વારા 212 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ચીખલી તાલુકાની તલાવચોરા સાર્વજનિક હાઇસ્કૂલમાં ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ મેળો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
