નેશનલ ઇન્ટરેક્ટિવ ટૂર અન્વયે પૂર્વોત્તર રાજ્યોના ૫૦ બાળકો ગુજરાતના પ્રવાસે
Live TV
-
નેશનલ ઇન્ટરેક્ટિવ ટૂર અન્વયે , પૂર્વોત્તર રાજ્યોના ૫૦ બાળકો , ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ બાળકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી , રસપ્રદ સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીએ , ગુજરાત ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ , જ્યારે પૂર્વોત્તર રાજ્ય રૂકમણીની ભૂમિ છે , તેની ભૂમિકા આપી બંને પ્રદેશોના સાંસ્કૃતિક , અને ઐતિહાસિક સંબંધોનો મહિમા ઉજાગર કર્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ અનેકતામાં એકતાની ,, અને 'એક ભારત- શ્રેષ્ઠ ભારત'ની સંસ્કૃતિને, રાજ્યો-રાજ્યો વચ્ચે બાળકો-વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક પ્રવાસોથી, નવું બળ મળે છે , તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે. આસામ રાયફલના મેજર રોહનના નેતૃત્વમાં , ૩૮ છોકરાઓ અને ૧૨ છોકરીઓ , એમ કુલ ૫૦ બાળકોએ , તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન પોરબંદર, ઓખા કોસ્ટગાર્ડ સેન્ટર, અને દ્વારિકાધિશ મંદીર જેવા સ્થળોની પણ , મુલાકાત લીધી હતી.
