નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ખેડા અને આણંદ જિલ્લામાં આવતા અસરગ્રસ્ત પરિવારો માટે ભાવિ ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દિલ્હી દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ખેડા અને આણંદ જિલ્લામાં આવતા અસરગ્રસ્ત પરિવારો માટે ભાવિ ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડા જિલ્લાના 6 ગામ અને આણંદ જિલ્લાના 5 ગામોના કુલ 26 યુવાનોનું પ્રશિક્ષણ કાર્ય પૂર્ણ થતાં, તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન, નવી દિલ્હીના એમ.ડી. અચલ ખરે અને ખેડા જિલ્લાના કલેકટર સુધીર પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા. કાર્યક્રમ દરમિયાન નેશનલ હાઈસ્પીડ અંગેની એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે, કે આ પ્રકારનો તાલીમ કાર્યક્રમ દેશમાં સૌપ્રથમ ગુજરાતના ખેડા -આણંદ જિલ્લાથી શરૂ કરવામાં આવ્યો છે.
