પંચમહાલ જિલ્લાના જાફરાબાદ ખાતે શ્રીમદ્ સત્સંગીજીવન પારાયણ યોજવામાં આવ્યું
Live TV
-
પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલા જાફરાબાદ ખાતે નૂતન સ્વામિનારાયણ ધામ નિર્માણ પામી રહ્યું છે જેને લઇને સાત દિવસીય શ્રીમદ્ સત્સંગીજીવન પારાયણ યોજવામાં આવ્યું છે. આજે કથાના ચોથા દિવસે આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજ તથા આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદ મહારાજની હાજરીમાં ગુજરાતના સંગીત સાહિત્ય અને અભિનય ક્ષેત્રોના વિવિધ ક્ષેત્રના ખ્યાતનામ કલાકારોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ખીમજી ભરવાડ દેવરાજ ગઢવી હેમંત ચૌહાણ જીગ્નેશ કવિરાજ નરેશ કનોડિયા મનસુખભાઈ વસોયા કૌશિક મહેતા હર્ષ બ્રહ્મભટ્ટ વગેરે દિગ્ગજ પ્રતિભાઓને સંતો તેમજ જનમેદનીની ઉપસ્થિતિમાં આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદ મહારાજના હસ્તે રત્નાકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હાજર જનમેદની એ તમામ કલાકારોને વધાવી લીધા હતા.
