પાટણ - હારીજમાં કૃષિમેળો તેમજ પશુ આરોગ્ય કેમ્પનું આયોજન
Live TV
-
સુક્ષ્મ પિયત પદ્ધતિઓ તેમજ વૈજ્ઞાનિક ખેતીની પદ્ધતિઓ અપનાવી ખેતીની આવક કેવી રીતે બમણી કરી શકાય તે માટેનું માર્ગદર્શન અપાયું
ગુજરાત સરકાર ખેડૂતો માં જાગૃતિ લાવવા માટે નિત નવા કાર્યક્રમો નુ આયોજન કરી રહી છે. ત્યારે તાજેતરમાં જ પાટણ જીલ્લાના હારીજમાં આવેલા એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે કૃષિમેળો તેમજ પશુ આરોગ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ મેળામાં, ખેડૂતો ને જૈવિક ખેતી ,સુક્ષ્મ પિયત પદ્ધતિઓ તેમજ વૈજ્ઞાનિક ખેતીની પદ્ધતિઓ અપનાવી, ખેતીની આવક કેવી રીતે બમણી કરી શકાય તે માટેનું માર્ગદર્શન અપાયું હતું .સરકાર છેલ્લા પંદર વર્ષ થી કૃષિ મહોત્સવ થકી ખેડૂતોને સતત માર્ગદર્શન આપી રહી છે જેના પરિણામે આજના યુવાનો ખેતી કરીને ગૌરવ અનુભવી રહ્યા છે
