ઉપલેટા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે "ખરીફ કૃષિ મહોત્સવ - ૨૦૧૯" યોજાયો
Live TV
-
ઉપલેટા શહેરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગર દ્વારા "ખરીફ કૃષિ મહોત્સવ - ૨૦૧૯" યોજાયો.
રાજકોટ જિલ્લાના ઉપલેટા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં તાલુકાભરના ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અંગેનું માર્ગદર્શન મળી રહે તે હેતુસર કૃષિ પ્રદર્શન સ્ટોલ તથા વૈજ્ઞાનિકો સાથેના પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામ્ય વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતો કે જેમણે કપાસ, એરંડાની નવી ખેત પદ્ધતિ, ડુંગળીની આધુનિક ખેતી, સજીવ ખેતી, ખારેકની આધુનિક ખેતી, પામરોજા ઘાસની ખેતી, દાડમની ખેતી, આદર્શ પશુપાલન વગેરે પ્રગતિશીલ ખેડૂતોને સાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવ્યા હતા.
વિવિધ કૃષિ અને સંલગ્ન એવા ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, આત્મા પ્રોજેક્ટ અને પશુપાલન વિભાગ ના પણ આયોજન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપલેટા ટીડીઓ એમ. બી. વ્યાસ, મામલતદાર કે.બી. સોલંકી, માર્કેટીંગ યાર્ડના ચેરમેન માધવજીભાઈ પટેલ, વાઇસ ચેરમેન રાજાભાઈ સુવા, ઉપલેટા, જુનાગઢ ખેતી વિભાગના અધિકારીઓ, તાલુકાના સરપંચો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
