Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં એનસીસી દ્વારા સર્ટિફિકેટ, કેશ એવોર્ડ તેમજ સન્માનપત્ર વિતરણનો સમારોહ યોજાયો

Live TV

X
  • ડોદરા ખાતે એનસીસી માં ત્રણ વર્ષ પુરા કર્યા હોય તેવા વિધાર્થીઓને સી સર્ટિફિકેટ તેમજ સારી કમગીરી કરી હોય તેને રોકડ ઇનામ આપવામાં આવ્યા.

    વડોદરામાં એનસીસી દ્વારા ત્રણ વર્ષ પૂર્ણ કરેલા વિધાર્થીઓને સી સર્ટિફિકેટ, કેશ એવોર્ડ તેમજ સન્માનપત્ર વિતરણ કરવાનો સમારોહ યોજાયો હતો. સમારોહ માં કુલ 11 એનસીસી કેન્દ્રોના 521 કેડેટ્સ ને સી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. રાજ્યના એડીજી જોસેફે યુવાનોને સૈન્યમાં જોડાવા માટે અપીલ કરી હતી. કેડેટ્સની ત્રણ વર્ષ સુધીની સખત તાલીમ પૂર્ણ કરવા માટે તેમજ હવે દેશની સેવા કરવા માટે તમામ કેડેટસને અભિનંદન આપ્યા હતા. કાર્યક્રમમાં એનસીસીના પદાધિકારીઓ અને કેડેટ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

    એનસીસીના શિક્ષણમાં વિધાર્થીઓને  દેશભક્તની સાથે સારા નાગરિક બનવાનું શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાતના એડિજી રોય જોસેફ પણ એનસીસી ના દિક્ષાન્ત સમારોહમાં ઉપસ્થિત રહ્યાને ત્રણ વર્ષ પૂર્ણ કરીને આગળ અભ્યાસ અર્થે જતા વિધ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી.

    ગુજરાત એનસીસી દ્વારા ત્રણ વર્ષ પૂર્ણ કરેલા વિધાર્થીઓને સી સર્ટિફિકેટ સહિત કેશ એવોડ તેમજ સન્માનપત્ર વિતરણ કરવાનો સમારોહ યોજવામાં આવ્યો હતો. લશ્કરની ત્રણેય પાંખ વાયુદળ, ભૂમિદળઅને નૌકાદલાગેની તાલીમ એનસીના કેડેટને આપવામાં આવે છે. સાથે વિધાર્થીકાળથીજ દેશભક્તિની ભાવના પ્રબળ બનાવમાં આવે છે.

    વડોદરા ખાતે એનસીસી કેડેટમાટે યોજાયેલ દિક્ષાન્ત સમારોહમાં મેજર જનરલ અનવ ગુજરાત એનસીસી એડિજી રોય જોસેફ ઉપસ્થિત રહયા હતા.  તેમણે પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું હતુંકે  હું કેડેટોને વિનંતી કરું છું કે, એઓ લશ્કરની કોઈ પણ પાંખમાં જોડાઈને દેશસેવા કરી શકે છે. ખાસ કરીને ગુજરાતના યુવાનોને  સૈન્યમાં જોડાવા માટે અપીલ કરી હતી. કેડેટ્સ ને ત્રણ વર્ષ સુધીની સખત તાલીમ પૂર્ણ કરવા માટે અને હવે સારા નાગરિકો બનવા માટે અને દેશની સેવા માટેના તમામ કેડેટને અભિનંદન આપ્યા હતા. તેમણે કેડેટોને અન્ય કેડેટ્સ માટે રોલ મોડેલ બનવાનું કહ્યું અને અન્ય લોકોને સશસ્ત્ર દળોમાં જોડાવા જણાવ્યું હતું. કુલ 11 એનસીસી કેન્દ્રોણા 521 કેડેટ્સને આજે સી સર્ટિફિકેટ આપવામાં આવ્યા.

    સાથે શ્રેષ્ઠ કામગીરી કરનાર કવડેટ્સને રોકડ પૃસ્કાર સહિત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા ઉપરાંત તાલીમ આપનાર શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા. એન.સી.સી.નું સૂચિ એકતા અને શિસ્ત છે અને સમાજમાં મૂલ્યો ફેલાવવા માટે કેડેટને રાજદૂત તરીકે કામ કરવું જોઈએ અને અન્ય લોકો માટે ભૂમિકા મોડેલ બનવું જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply