પોરબંદરના બિરલા હોલમાં મહાત્મા સંગીત મહોત્સવ યોજાયો
Live TV
-
ગાંધીજીના 150મા જન્મજયંતી વર્ષ નિમિત્તે પોરબંદરના બિરલા હોલમાં મહાત્મા સંગીત મહોત્સવ યોજાયો છે. તેમાં ભારતભરમાંથી 30 જેટલા મુખ્ય કલાકારો સહીત 70 જેટલા કલાકારો મળી કુલ 100 કલાકારો ભાગ લઈ રહ્યા છે.
ગાંધીજીના 150મા જન્મજયંતી વર્ષ નિમિત્તે પોરબંદરના બિરલા હોલમાં મહાત્મા સંગીત મહોત્સવ યોજાયો છે. તેમાં ભારતભરમાંથી 30 જેટલા મુખ્ય કલાકારો સહીત 70 જેટલા કલાકારો મળી કુલ 100 કલાકારો ભાગ લઈ રહ્યા છે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર, પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન મુંબઈ અને સુરશ્રી ક્લબ પોરબંદર દ્વારા આ મહોત્સવનું આયોજન કરાયો હતો. આ કલાકારો ઓડીસી નૃત્ય, જુગલબંધી, ભરતનાટ્યમ, કથ્થક નૃત્ય, અજમેરનું મોહિનીઅટ્ટમ નૃત્ય તેમજ શાસ્ત્રીય ગાયન સહીતના કાર્યક્રમો પ્રસ્તુત કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. કલાકારોએ કલાના માધ્યમથી બાપુને 150મી જન્મજ્યંતી પર સંગીતાંજલિ આપવાનો મોકો મળ્યો તે માટે પોતાને ભાગ્યશાળી ગણાવ્યા હતા.
