શુ તમે એક હાથથી ડ્રમ વગાડતો ડ્રમર બોય જોયો છે ?
Live TV
-
રાજકોટના સંગીત પ્રેમી પરિવારમાં જન્મેલા સૌરભને જન્મથી એક હાથ નથી છતાં પણ તે સાહજિક રીતે એક હાથ વડે ડ્રમ વગાડીને લોકોને મંત્રમુગ્ધ કરી દે છે
કહેવાય છે કે જ્યારે કુદરત માનવી પાસેથી એક અંગ છીનવી લે ત્યારે તેને કંઈક અનોખુ બક્ષે છે. આવુ જ કંઈક થયુ રાજકોટના સૌરભ ગઢવી સાથે. રાજકોટના સંગીત પ્રેમી પરિવારમાં જન્મેલા સૌરભને જન્મથી એક હાથ નથી છતાં પણ તે સાહજિક રીતે એક હાથ વડે ડ્રમ વગાડીને લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. નવાઈની વાત તો એ છે કે સૌરભ મોં વડે હાથ પર રૂમાલ બાંધી ડ્રમની દાંડી તો જાતે બાંધે જ છે પરંતુ આખા ડ્રમનું ઇન્સ્ટ્રુમેન્ટ પણ એક હાથે જ ગોઠવે છે. સૌરભ વર્ષ 2012 થી રાજકોટ સહિત સમગ્ર રાજ્યના અર્વાચીન રાસોત્સવમાં ડ્રમ વગાડી લોકોને મનોરંજન પુરુ પાડે છે. સૌરભની ખ્યાતિ ફક્ત ગુજરાતમાં જ નહિ પરંતુ આંતર રાષ્ટ્રીય સ્તરે પણ જોવા મળે છે. આ વર્ષે નવરાત્રિમાં સૌરભ બ્રિટનના લોકોને પોતાની કલાથી પ્રભાવિત કરશે. પુત્રની આ સિધ્ધીથી તબલા વાદક પિતા અને માતા સૌરભ પર ગર્વ અનુભવે છે.
