બારડોલીમાં બ્રહ્મ કમળનું ફૂલ ખીલ્યું
Live TV
-
બહ્મ કમળ ભગવાન શિવને અર્પણ કરવાથી મનોકામના થાય છે પૂર્ણ
કુદરતે આપણને સુંદર પ્રકૃતિ આપી છે અને આ પ્રકૃતિમાં એક ફુલ એવુ પણ છે, જેના વિષયમાં ઘણા ઓછા લોકો જાણતા હોય છે. પરંતુ એની અલૌકીક શક્તિ ઘણી વધારે છે. આ ફુલનું નામ છે બ્રહ્મ કમળ. ભગવાન શિવને પ્રિય એવું આ ફૂલ, 14 વર્ષમાં એક જ વાર થતું હોય છે અને ઘણીવાર વર્ષમાં એક વાર પણ ઉગતું હોય છે. હાલ બારડોલીના તેન ગામના વિમલ પરમારના ત્યાં આ બ્રહ્મ કમળ ખીલ્યું છે, જે ખુબજ અલોકીક છે. બ્રહ્મ કમળ , સૃષ્ટિનું સર્જન કરનાર બ્રહ્માજીનું ફૂલ માનવામાં આવે છે. હિમાલયની ઉંચાઇઓ ઉપર જોવા મળતું આ ફૂલ પોતાનું અલગ પૌરાણિક મહત્વ પણ ધરાવે છે. આ ફૂલના વિષયમાં એવું માનવામાં આવે છે કે તે મનુષ્યની ઇચ્છાઓને પૂરી કરે છે. આ કમળ સફેદ રંગનું હોય છે જે દેખાવમાં ખરેખર આકર્ષક હોય છે અને તેનો ઉલ્લેખ ઘણી પૌરાણિક વાર્તાઓમાં પણ જોવા મળે છે. બારડોલી ના તેન ગામના વિમલ પરમાર 3 વર્ષ પહેલાં આ ફૂલ તેમના બેનના ત્યાંથી લાવ્યા હતા. બ્રહ્મ કમળ ભગવાન શિવને અર્પણ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.
