Skip to main content
Settings Settings for Dark

મહિસાગરના સાલાવાડા ગામના લાલાભાઈ પટેલ નામના કોરોના વોરિયરની કામગીરી પ્રશંસાને પાત્ર

Live TV

X
  • લાલાભાઈએ અત્યાર સુધીમાં જિલ્લાના છ તાલુકાઓ માંથી એકત્ર થયેલા કોરોના પરીક્ષણ માટેના સેમ્પલને એકલા હાથે અમદાવાદ અને વડોદરાની લેબોરેટરીમાં પહોંચાડીને કોરોના વોરિયરની મજબૂત ભૂમિકા ભજવી

    દેશમાં કોરોના સંકટ કાળ વચ્ચે પણ લાખો કોરોના વોરિયર્સ હિંમતપૂર્વક કોરોના સામેની જંગમાં લડી રહ્યા છે. ત્યારે આવા જ એક મહિસાગર જિલ્લાના કોરોના વોરિયરની કામગીરી પ્રશંસાને પાત્ર બની છે. જિલ્લાના સાલાવાડા ગામના લાલાભાઈ પટેલ નામના આ કોરોના વોરિયર આરોગ્ય વિભાગમાં ડ્રાઈવર સાથે વાહનની સુવિધા પુરી પાડી રહ્યાં છે. લાલાભાઈએ અત્યાર સુધીમાં જિલ્લાના છ તાલુકાઓ માંથી એકત્ર થયેલા કોરોના પરીક્ષણ માટેના સેમ્પલને એકલા હાથે અમદાવાદ અને વડોદરાની લેબોરેટરીમાં પહોંચાડીને કોરોના વોરિયરની મજબૂત ભૂમિકા ભજવી છે. જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના પ્રમાણે સ્વાસ્થ્યલક્ષી તમામ તકેદારીઓનું પાલન કરી લાલાભાઈ પોતાની ફરજ પર અડગ રહ્યાં છે. અત્યાર સુધીમાં તેમણે જિલ્લા માંથી આઠ હજારથી વધુ કોવિડ-19ના ટેસ્ટ માટેના સેમ્પલ લેબોરેટરી સુધી પહોંચાડ્યાં છે. મહત્વપૂર્ણ છે કે લાલાભાઈનું અત્યાર સુધીમાં ત્રણ વખત કોવિડ-19નો ટેસ્ટ થઈ ચુક્યો છે. જો કે સદનસીબે ત્રણેય વખત તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ લાલાભાઈની હિંમત અને ફરજ નિષ્ઠાની પ્રશંસા કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply