યાત્રાધામ અંબાજી મંદિરમાં ખાતે પોલીસ દ્વારા મોકડ્રીલ કરાઈ
Live TV
-
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ઝેડ ફેટેગરીની સુરક્ષા ધરાવતા યાત્રાધામ અંબાજી મંદિરમાં આતંકવાદી જેવી ઘટના બને તો પોલીસ કેટલી સતર્ક છે તે તપાસવા મંદિર ખાતે મોકડ્રીલ કરાયું હતું. જેમાં બનાસકાંઠા પોલીસના કમાન્ડોએ યાત્રિકોને સલામત સ્થળે ખસેડી એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય એક શખ્સને મૃત હાલતમાં ઘસડી લાવ્યા હતા. આ ઓપરેશનમાં SOG QRT BDDS ટીમ ડોગસ્કોડ સહિત જોડાયા હતા. આ અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક એ.આર. જંકાતે માહિતી આપી હતી.
