દિવ્યાંગ બાળકોને સામાન્ય બાળકો સાથે અભ્યાસ કરવા જાગરૂકતા કેળવવા માટે રેલી યોજી
Live TV
-
વડોદરાની દિપક ફાઉન્ડેશન કે જે દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને તેમને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે કાર્યરત છે. દિવ્યાંગ બાળકો ને સામાન્ય બાળકો સાથે અભ્યાસ કરવા માટેની જાગરૂકતા કેળવવા માટે અનોખી રેલી યોજી હતી. રેલીમાં વિવિધ સંગઠન અને શાળાઓના 400 જેટલા બાળકો જોડાયા અને સમાન શિક્ષણ આપવાની માંગ કરી. તેઓ રેલી સ્વરૂપે નિઝામપુરાથી રાત્રિ બજાર સુધી ગયા અને અક્ષમતા ધરાવતા બાળકોને સમાન શિક્ષણના હક માટે જાગૃતિ ફેલાવી હતી. સામન્ય શાળાઓના શિક્ષકોને આ માટેની વિશેષ તાલીમ આપે છે. આ વર્ષે 20 શારીરીક અક્ષમતાવાળા બાળકોને જવા ધોરણ 5 થી 11 સુધીના વિવિધ વર્ગોમાં અન્ય સામાન્ય બાળકો સાથે ભણશે. તેમ પ્રોજેકટ હેડ ડો. રૂચિ મહેતાએ જણાવ્યું હતું.
