Skip to main content
Settings Settings for Dark

રતનપુર ખાતે પરંપરાગત હાટ બજારનો આજથી પ્રારંભ

Live TV

X
  • પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામ ખાતે વર્ષોથી ચાલતી આવતી પરંપરાગત હાટ બજારની આજે રવિવારથી શુભ શરૂઆત કરવામાં આવી હતી. હિરપરી જૂથ ગ્રામ પંચાયતના પ્રયત્નોથી શરૂ થયેલા આ હાટ બજારમાં પ્રથમ દિવસે સ્થાનિક તેમજ આસપાસના ગામોના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ શરૂ કર્યું હતું.

    હાટ બજારમાં શાકભાજી, કૃષિ ઉત્પાદનો, ઘરવપરાશની વસ્તુઓ, કાપડ, દૈનિક ઉપયોગની સામગ્રી તેમજ સ્થાનિક હસ્તકલાની વસ્તુઓના સ્ટોલ જોવા મળ્યા હતા. વેપારીઓએ બજાર શરૂ થતાં ખુશી વ્યક્ત કરી હતી અને આ બજાર વિસ્તારના નાના વેપારીઓ માટે આશીર્વાદરૂપ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.

    જો કે, પ્રથમ દિવસે ચોમાસાના વરસાદી વાતાવરણને કારણે ગ્રાહકોની સંખ્યા પ્રમાણમાં ઓછી જોવા મળી હતી. તેમ છતાં વેપારીઓએ જણાવ્યું હતું કે, હાટ બજાર અંગે હજુ તમામ ગામોમાં પૂરતી જાણકારી પહોંચી નથી. આગામી અઠવાડિયાઓમાં લોકોને બજાર અંગે માહિતી મળશે તેમ ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે અને બજારમાં વધુ ચહલપહલ જોવા મળશે તેવી આશા છે.

    સ્થાનિક ગ્રામજનોએ પણ રતનપુર ખાતે હાટ બજાર શરૂ થવાને આવકારી જણાવ્યું હતું કે, હવે આસપાસના ગામોના લોકોને રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે, દૂર જવું નહીં પડે. સાથે જ ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓને પોતાના ઉત્પાદનોનું વેચાણ કરવા માટે સ્થાનિક સ્તરે એક સારો મંચ મળશે, જે વિસ્તારના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

    પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામે હાટ બજારની શરૂઆત થઈ હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply