લક્ષ્મીનાથ વ્યાયમ મંદિરના સ્થાપના દિવસ નિમિત્તે પ્રભાત ફેરીનું આયોજન કરાયું
Live TV
-
રાજ્યભરમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. પહેલી મે 1960 ના રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. વડોદરામાં ગુજરાત સ્થાપના દિવસ તેમજ લક્ષ્મીનાથ વ્યાયમ મંદિરના સ્થાપના દિવસ નિમિત્તે પ્રભાત ફેરીનું આયોજન કર્યું હતું. લક્ષ્મીનાથ વ્યાયમ મંદિર વડોદરાની 112 વર્ષ જૂની વ્યાયામ શાળા છે.
રાજ્યભરમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. પહેલી મે 1960 ના રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. વડોદરામાં ગુજરાત સ્થાપના દિવસ તેમજ લક્ષ્મીનાથ વ્યાયમ મંદિરના સ્થાપના દિવસ નિમિત્તે પ્રભાત ફેરીનું આયોજન કર્યું હતું. લક્ષ્મીનાથ વ્યાયમ મંદિર વડોદરાની 112 વર્ષ જૂની વ્યાયામ શાળા છે. નાના ભૂલકા, મોટા વ્યાયામવીરો, પ્રશિક્ષકો બધા જ પ્રભાત ફેરીમાં જોડાયા હતા. પ્રભાત ફેરીમાં રાષ્ટ્ર ભક્તિના ગીતો ગૂંજ્યા હતા. ગાંધી પ્રતિમાને પુષ્પાજંલિ અર્પીને પ્રભાત ફેરીનું સમાપન થયું હતું. સંસ્થાના પદાધિકારીઓ પણ પ્રભાતફેરીમાં જોડાયા હતા.
