વર્ષના પ્રથમ દિવસે અંબાણી પરિવાર પહોંચ્યો દ્વારકાધીશના દર્શને
Live TV
-
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે યાત્રાધામ દ્વારકા ખાતેના જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા. વર્ષ 2020ના પ્રથમ દિવસે અંબાણી પરિવારે દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આજે વર્ષના પ્રથમ દિવસે દ્વારકાધીશના દર્શને ભાવિકોનો પ્રવાહ પણ મોટી સંખ્યામાં જોવા મળ્યો હતો. એવામાં અંબાણી પરિવારે પણ દર્શનનો લ્હાવો લીધો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પોતાના પત્ની નીતા અંબાણી, પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા અંબાણી, પુત્ર અનંત અંબાણી તેમજ પુત્રી ઈશા અંબાણી સાથે જમાઈ આનંદ પિરામલ સાથે તેઓ દ્વારકાધીશના દર્શને આવ્યા હતા. તેમણે પરિવાર સાથે જ દ્વારકાધીશના ચરણનું પાદુકાપૂજન કર્યું હતું અને શારદામઠ ખાતે ધ્વજાનું પૂજન પણ કર્યું હતું.
