ડાંગ - મહિલાઓને પગભર કરવા સિવણ તાલીમનું આયોજન
Live TV
-
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી બરોડા - આરસેટી દ્વારા આહવા ખાતે તાલીમ કાર્યક્રમ
ડાંગ જિલ્લાની બહેનો આર્થિક રીતે પગભર થાય તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી બરોડા - આરસેટી દ્વારા આહવા ખાતે એક મહિનાની સિવણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેનારી 22 બહેનોને રેખા બહેન થિયરી અને પ્રેક્ટિકલની પદ્ધતિ સરની તાલીમ આપી રહ્યાં છે. બહેનો આર્થિક રીતે પગભર બનીને પરિવારનું ગુજરાન ચલાવી શકે તે હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.. ઉલ્લેખનીય છે કે તાલીમાર્થે આવનારી બહેનોને રહેવા અને જમવાની મફત સગવડ આપવામાં આવી છે.
