રાજકોટમાં શ્યામાં પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે ફોટો પ્રદર્શનનું આયોજન
Live TV
-
કુલ 110 થી પણ વધુ ફોટોગ્રાફરની કલા ના 300 થી પણ વધુ અદભૂત ફોટાઓનું પ્રદર્શન
ફોટોગ્રાફી ક્લબ ઓફ રાજકોટ દ્વારા રાજકોટ શહેરમાં શ્યામાં પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે ફોટો પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે .રાજકોટ શહેરના કુલ 110 થી પણ વધુ ફોટોગ્રાફરની કલા ના 300 થી પણ વધુ અદભૂત ફોટાઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. નોંધમાં લેવા જેવી બાબત એ છે કે,ફોટો પ્રદર્શન સાથે એક ફ્રેમિંગ ફોટો ના રૂપિયા 1000 રાખવામા આવ્યા છે જે કોઈ વ્યક્તિ આ ફોટો ખરીદશે તે તમામ આવક જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડી તેમના અભ્યાસ માટે મદદ કરવામાં આવશે.
