સિરામિક ઉદ્યોગનો ત્યાગ કરી પશુપાલન વ્યવસાય અપનાવ્યો
Live TV
-
સૂઝ અને સખત મહેનતથી ટૂંક જ સમયમાં સારી આવક મેળવી
મોરબી જિલ્લાના ચાંચાપર જેવા નાના ગામના યુવાને પોતાના સિરામિક ઉદ્યોગનો ત્યાગ કરી પશુપાલનને વ્યવસાય તરીકે અપનાવીને અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નિલેશ નામના યુવાને પોતાની આગવી સૂઝ અને સખત મહેનતથી ટૂંક જ સમય સારી આવક મેળવી છે. ફકત ચાર ગાયોથી પશુપાલનનો વ્યવસાય શરૂ કરનાર આ યુવાન પાસે આજે ઉત્તમ ઓલાદ ની 32 જેટલી ગીર ગાયો, વાછરડીઓ તેમજ ઉત્તમ ઓલાદના નંદીઓ નો આધુનિક ગૌશાળા માં સમાવેશ થાય છે. વૈજ્ઞાનીક ઢબે પશુસંવર્ધન કરીને નિલેશ પોતે સારી કમાણી તો કરી જ રહ્યો છે સાથે સાથે અન્યો ને પણ રોજગારી આપી રહ્યો છે. નિલેશ જેવા યુવાનો એવા લોકો માટે એક પ્રેરણા સમાન છે કે જેઓ રોજગારી ન મળવાના બહાના કરીને શહેર તરફ આંધળી ોદટ મુકે છે. ઘરને આંગણે જ રોજગારી ની ઊત્તમ તક રહેલી છે તેનુ આ એક દ્રષ્ટાંત છે.
