Skip to main content
Settings Settings for Dark

સામાજીક વનીકરણ વિભાગની યોજના હેઠળ મહીસાગરના કડાણામાં લાભાર્થીઓએ ગોબર ગેસ પ્લાન્ટ શરૂ કર્યાં

Live TV

X
  • સામાજીક વનીકરણ વિભાગની ખાસ અંગભૂત યોજના હેઠળ ગોબર ગેસ પ્લાન્ટના પ્રોજેક્ટનો લોકો લાભ લઇ રહ્યાં છે, લાભાર્થીઓએ આ યોજનાને આવકારી

    સામાજીક વનીકરણ વિભાગની ખાસ અંગભૂત યોજના હેઠળ ગોબર ગેસ પ્લાન્ટના પ્રોજેક્ટનો લોકો લાભ લઇ રહ્યાં છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના બચકરીયા ગામે 50 જેટલા અનુસુચિત જાતિના લાભાર્થીઓએ ગોબર પ્લાન્ટ શરૂ કર્યાં છે. આ પ્રોજેક્ટ બાયો વર્મીટેકના સંચાલક મણીભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયો હતો. હાલ કડાણા તાલુકામાં અંદાજે કુલ 8૦ જેટલા ગોબર ગેસ પ્લાન્ટના લાભાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવ્યો છે. લાભાર્થીઓએ આ યોજનાને આવકારી હતી.

    મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના બચકરીયા ગામે ચમાર ફળીયામાં માનસી બાયો વર્મીટેકના સંચાલક મણીભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ૩૦ જેટલા અનુસુચિત જાતિના લાભાર્થીઓને ગોબરગેસ પ્લાન્ટ સો ટકા સહાયમાં નિર્માણ કર્યા. તેની સફળતા બાદ બીજા વર્ષે ૫૦ જેટલા અનુસુચિત જનજાતિના લાભાર્થીઓને ગોબરગેસ પ્લાન્ટ મળી કડાણા તાલુકામાં અંદાજે કુલ ૮૦ જેટલા ગોબર ગેસ પ્લાન્ટના લાભાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવ્યો. સામાજીક વનીકરણ વિભાગની ખાસ અંગભૂત યોજના હેઠળ ગોબર ગેસ પ્લાન્ટનો લાભ મેળવી તેમના જીવનમાં ખુશાલી આવી છે.

    કડાણા તાલુકામાં આ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવેલ પ્લાસ્ટીકની ટાંકી વાળો ગોબર ગેસ પ્લાન્ટ જેમાં તૈયાર પ્લાસ્ટીકના કૂવા ઉપર પ્લાસ્ટીકની ટાંકી નાખેલી છે. જેની અંદર ગેસનો સંગ્રહ થાય છે. ટાંકીની એક બાજુ છાણ નાંખવા માટે પૂરક કુંડી બનાવેલી છે. જેમા છાણ –મળ-મુત્ર-એઠવાડ વિગેરે નાંખવામાં આવે છે. આ પુરક કુંડીમાં પાણી નાખી તાજા છાણનો રગડો તૈયાર કરી પાઈપ વાટે અંદર જાય અને ત્યાં સડે છે અને ગેસ ઉત્પન્ન થાય છે.  આ ટાંકીમાં સંગ્રહ થયેલ ગોબર ગેસ પાઈપ દ્વારા સીધે સીધો ઉપયોગ સગડી દ્વારા રાંધવા માટે બળતણ તરીકે થાય છે. લાભાર્થીઓના જણાવ્યા પ્રમાણે માત્ર એક જ ટોપલા છાણથી આખા દિવસની રસોઇ થાય તેટલો ગેસ ઉત્પન્ન થાય છે. દરરોજ જરૂરીયાત પ્રમાણે છાણનો રગડો પૂરક કુંડીમાં ઉમેરતા રહેવા  સાથે દરરોજ વપરાઈ ગયેલો છાણનો રગડો આપો આપ જ તેનો નિકાલ કુંડી મારફત બહાર નીકળી ખાતરના ખાડામાં જાય છે તેમા રગડો એકઠો થાય અને સમય મળ્યે ભરેલો ખાડા ખાલી કરી લાભાર્થી ખેડૂતો સીધેસીધા ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરે છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply