સુરેન્દ્રનગરની સરકારી શાળા કઇ રીતે ખાનગી શાળાઓથી છે અલગ...
Live TV
-
અગાઉ સરકારી શાળાઓમાં ભણવા માટે મ્હો મચકોડવામાં આવતું હતું. પરંતુ રાજ્ય સરકારના ગુણવત્તા લક્ષી અને સુવિધાલક્ષી અભિગમને કારણે આજે હવે ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમા બાળકે પ્રવેશ અપાવી રહ્યાં છે જેનું ઉદાહરણ સુરેન્દ્રનગરની શાળા છે.
અગાઉ સરકારી શાળાઓમાં ભણવા માટે મ્હો મચકોડવામાં આવતું હતું. પરંતુ રાજ્ય સરકારના ગુણવત્તા લક્ષી અને સુવિધાલક્ષી અભિગમને કારણે આજે હવે ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમા બાળકે પ્રવેશ અપાવી રહ્યાં છે જેનું ઉદાહરણ સુરેન્દ્રનગરની શાળા છે.
હાલના બાળકો ભણે અને આગળ વધે તે સરકાર દ્વારા શિક્ષણ માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે. જેમાં દર વર્ષે રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવો યોજવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ લોકોને સારું શિક્ષણ મળે અને ખાનગી શાળા કરતા વધુ વિદ્યાર્થીઓ સરકારી નિશાળ તરફ પ્રેરાય તેવો અભિગમ અપનાવાયો છે. સરકારી શાળાઓમાં અભ્યાસ કરીને આગળ આવે તે માટે જિલ્લાના શિક્ષણ વિભાગ પ્રયત્ન શીલ છે. અને તેમાં દિવસે ને દિવસે સુધારો પણ આવી રહ્યો છે. રાજ્યમાં હાલ ખાનગી શાળામાં પોતાના બાળકો ભણે અને આગળ આવે તેવું લોકો ઈચ્છતા હોય છે. ત્યારે હવે લોકો સરકારી નિશાળમાં પોતાના બાળકને મુકવા માટે આગળ આવે છે.
સરકાર દ્વારા સરકારી નિશાળમાં મફત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેમાં વિદ્યાર્થીના માતા પિતા પાસે કોઈ જાતની ફી લેવામાં આવતી નથી. અને સરકાર દ્વારા શાળાઓમાં સારું અને પરિણામલક્ષી શિક્ષણ મળે અને તે પણ લાયકાત શિક્ષકો દ્વારા બાળકોને ભણાવવામાં આવી રહ્યું છે. સાથે બાળકોના સર્વાંગી વિકાસ થાય તે માટે રમત ગમત તેમજ મધ્યાહન ભોજન પણ નિયમિત આપવામાં આવી રહ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં 1829 બાળકો જે ખાનગી શાળામા અભ્યાસ કરતા હતા તેવા બાળકો સરકારી નિશાળમાં અભ્યાસ કરવા માટે આવેલા છે. સરકારી નિશાળમાં બાળકોને સારી રીતે પાયાનું જ્ઞાન આપીને તેનું ભવિષ્ય સારું બને તે માટે શિક્ષકો ધ્યાન આપી રહ્યા છે. અને સરકારી નિશાળમાં ભણવાના ફાયદા તેમજ વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ થી તે લોકો ખુશ છે
શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા સરકારી કાર્યક્રમોને કારણે તો શિક્ષણના સ્તરમાં સુધારો આવ્યો જ છે પરંતુ સાથેસાથે શાળાઓમાં આપવામાં આવતી સુવિધાઓ પણ વધારવામાં આવી રહી છે જેની પાછળ સરકાર કરોડની ગ્રાંટ ફાળવીને સરકારી શાળાઓને સક્ષમ બનાવી રહી છે તેને કારણે પણ મોંધીદાટ ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરવાને બદલે સરકારી શાળાઓમાં ભણાવવાનું વાલીઓ વિચારી રહ્યાં છે.
