Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગર: આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા ઉમદા કામગીરી

Live TV

X
  • દિવ્યાંગ બહેનો રાખડીઓ બનાવી થઈ રહી છે આર્થિક રીતે પગભર

    રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બજારમાં વિવિધ ડિઝાઈનની રાખડીઓ લોકોનું મન આકર્ષી રહી છે. આવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ નામની સંસ્થા અનોખી કામગીરી કરી રહી છે. દિવ્યાંગ બહેનોને રોજગારી પુરી પાડવા માટે કાર્યરત આ સંસ્થામાં હાલ 70 જેટલા દિવ્યાંગ બહેનો રાખડીઓ બનાવવાનું કામ દિલથી કરી રહી છે. સાયલા, સુરેન્દ્રનગર, લીબડી, જેવા ગામોથી અહીં આવતી આ વિકલાંગ બહેનો કેન્દ્ર પર તો રાખડી બનાવે છે સાથે રાખડીનું કાચું મટિરિયલ ઘેર લઈ જઈ ને પણ કામ કરે છે. રાખડીની સીઝનમાં બહેનો ત્રણ હજારથી વધુ રાખડી દિવ્યાંગ બહેનો બનાવે છે. જેમાં તેમને એક રાખડી દીઠ બે રૂપિયા મજુરી મળે છે અને તેઓ મહિને ત્રણ હજારથી વધુ આવક મેળવી શકે છે. રાખડીની જેમ જ દિવાળીમાં દીવડા બનાવવા તેને કલર કરવાનું કામ પણ મળે છે. અને ભગવાનના વાઘા તેમજ તકિયા પણ બનાવે છે. આવી રીતે દિવ્યાંગ બહેનો પણ પોતે આર્થિક રીતે પગભર થઈ રોજગારી મેળવી રહી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply