ભાવનગર: મહિલા કૃષિ દિવસની ઉજવણી
Live TV
-
મહિલા સશક્તિકરણ પખવાડીયાના છઠ્ઠા દિવસે ઉજવણી
મહિલા સશક્તિકરણ પખવાડીયાના છઠ્ઠા દિવસે ભાવનગર ખાતે મહિલા કૃષિ દિવસની ઉજવણી કરવામા આવી હતી. મહિલાઓ કૃષિ ક્ષેત્રે આગળ આવીને સ્વાવલંબી બને તે હેતુથી ભાવનગરની જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી તેમજ નાયબ પશુપાલન અધિકારીની કચેરી અને જિલ્લા પંચાયત ભાવનગરના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી સણોસરા ખાતે મહિલા કૃષિ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 330 આત્મા પ્રોજેક્ટની લાભાર્થી ખેડૂત મહિલાઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભાવનગરના જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રદીપભાઈએ કહ્યું જણાવ્યું હતું કે મહિલાઓ કૃષિ ક્ષેત્રે માહિતગાર બને તે માટે શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા કેવા પ્રયત્નો કરવા અને તેમને સક્ષમ બનાવવા માટે તક પૂરી પાડવાની રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ વક્તુબેન મકવાણા, લોકભારતી સણોસરાના નિયામક અરુણભાઈ દવે, નાયબ બાગાયત વિભાગ વાઘમશીભાઈ જિલ્લા ખેતીવાડી અધાકારી પ્રદીપભાઈ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
