રક્ષાબંધન પર્વ નજીક, બજારમાં રાખડીઓની અવનવી વેરાઈટીઝ
Live TV
-
યુવતીઓ અને મહિલાઓ પોતાના ભાઈને રક્ષાસૂત્ર બાંધવા માટે કરી રહી છે રાખડીની ખરીદી
રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા ની સાથે જ રાખડી ની બજાર માં યુવતીઓ અને મહિલાઓ પોતાના ભાઈને રાખડી બાંધવા માટે અવનવી વેરાઈટીઝ ની રાખડીઓ ખરીદવામાં લાગી ગઈ છે .આ વર્ષે રક્ષાબંધન ની સાથે સ્વતંત્ર દિવસ એટલે કે 15 મી ઓગસ્ટ પણ આવતી હોવાથી માર્કેટમાં ત્રિરંગા વાળી રાખડી, રાષ્ટ્રધ્વજના રંગ વાળી રાખડી, તેમજ એક અલગ પ્રકારની મ્યુઝિકલ રાખડી કે જેમાં સ્વીચ દબાવતા ની સાથે જ દેશભક્તિના ગીતો વાગે જ છે સાથોસાથ ભાઈ બેન ને અનુરૂપ ગીતો પણ તેમાં સાંભળવા મળે છે .લોકોમાં પણ દેશભક્તિ ને લઈને આવી રાખડીઓ ખરીદવા માં ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે .જો નાના બાળકોની વાત કરીએ તો પોકેમોન ડોરેમોન છોટાભીમ સહિતની વિવિધ લાઇટિંગ વાળી રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે અને લોકો તેની ધૂમ ખરીદી પણ કરી રહ્યા છે
