જામનગર - નવાનગર નેચર ક્લબ દ્વારા ગ્રીન જામનગર અભિયાન
Live TV
-
રાહતદરે વૃક્ષોના ટ્રિગાર્ડ નું વિતરણનું આયોજન
જામનગર ના ડિકેવી સર્કલ પાસે શહેર ની પર્યાવરણ પ્રેમી સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા ગ્રીન જામનગર અભિયાન 2019 હેઠળ રાહતદરે વૃક્ષોના ટ્રિગાર્ડ નું વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું પર્યાવરણ માં વૃક્ષો અને જંગલો કપાઈ જવાથી ગરમી ની માત્રા ખૂબ વધી છે ત્યારે એકમાત્ર વૃક્ષો દ્વારા જ ગરમી નું પ્રમાણ ઘટાડી શકાય છે ઉપરાંત વાતાવરણ માં પ્રદૂષણ નું પ્રમાણ પણ ઘટાડવા માટે વૃક્ષ ખૂબ જરૂરી છે ત્યારે વૃક્ષો વધુ પ્રમાણ માં વાવાય તેવા શુભ હેતુસર નવાનગર નેચર ક્લબ દ્વારા નજીવા દરે ટ્રિગાર્ડ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું શહેરીજનોએ પણ ખૂબ બહોળી સંખ્યા માં ટ્રિગાર્ડ વિતરણ નો લાભ લીધો હતો અને પોતાના ઘર આંગણે વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો હતો જામનગર ની પર્યાવરણ પ્રેમી સંસ્થા દ્વારા ગ્રીન જામનગર અભિયાન 2019 હેઠળ રાહતદરે ટ્રિગાર્ડ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ બહોળી સંખ્યા માં શહેરીજનોએ લાભ લીધો હતો
