સોમનાથ મંદિરના કળશને સોનાથી મઢવાની ટ્રસ્ટીએ કરી જાહેરાત
Live TV
-
કરોડો લોકોની આસ્થાનું પ્રતીક એવા પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરનો હાલ સુવર્ણ યુગ ચાલી રહ્યો છે.સોમનાથ મહાદેવ મંદિરને છેલ્લાં 7 વર્ષમા અનેક કિલો સોનાંનુ દાન મળ્યું છે.
કરોડો લોકોની આસ્થાનું પ્રતીક એવા પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરનો હાલ સુવર્ણ યુગ ચાલી રહ્યો છે.સોમનાથ મહાદેવ મંદિરને છેલ્લાં 7 વર્ષમા અનેક કિલો સોનાંનુ દાન મળ્યું છે. જેના કારણે મંદિરને સુવર્ણ જડિત કરવાનું કામ થઈ રહ્યું છે.ત્યારે હવે સોમનાથ મંદિર પર 1250 જેટલા નાના મોટા કળશ છે. જે કળશને હવે સોનાથી મઢવાનું કામ શરૂ થવાનું છે. એક વર્ષમાં તમામ કળશને સોનાથી મઢવાની જાહેરાત સોમનાથ મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને સેક્રેટરી પ્રવીણભાઈ લેહરીએ કરી છે.
