Skip to main content
Settings Settings for Dark

સ્વામિનારાયણ સંપ્રદાયના હરિચરણામૃત સાગર ગ્રંથને ટાઈટેનિયમ ધાતુમાં કરાયો અંકિત

Live TV

X
  • સ્વામીનારાયણ સંપ્રદાયના સૌથી મોટા હરીચરણામૃત સાગર ગ્રંથને ટાઈટેનિયમ ધાતુમાં અંકિત કરવા બદલ જ્ઞાનજીવન દાસજી સ્વામીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં લાર્જેસ્ટ હિન્દી મેન્યુસ્ક્રીપ્ટ એનગ્રેવ્ડ ઓન ટાઈટેનિયમ શીટ એવોર્ડ આપવામાં આવ્યો છે.

    મૂળ ગ્રંથ પર હવામાન તેમજ અન્ય પરિબળોની અસર થતા તે નાશ પામે છે, જેથી આવું ન થાય તે માટે હરીચરણામૃત સાગર ગ્રંથને ટાઇટેનિયમ ની પ્લેટ પર કંડારવામાં આવ્યો છે. આ ગ્રંથ ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી ભાષામાં લખાયેલ છે. આ ગ્રંથને 6202 ટાઇટેનિયમ ધાતુના પાના પર કંડારવામાં આવ્યો છે. જેનું કુલ વજન 1047 કિલો છે. 

    કારેલીબાગ સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં સ્વામી જ્ઞાનજીવનદાસજીએ આ ગ્રંથનું પૂજન અર્ચન કર્યું હતું. ત્યાર બાદ તેમણે પત્રકારોને આ ગ્રંથની વિશેષતા તેમજ અતિ પુરાણા ગ્રંથ ને ટાઇટેનિયમ શીટ પર કંડારવાની પ્રક્રિયા વિશે માહિતી આપી હતી. સાથે ગ્રંથના નિર્માણની પ્રક્રિયાની ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply