Skip to main content
Settings Settings for Dark

હિલ સ્ટેશન સાપુતારા ખાતે મોનસૂન ફેસ્ટિવલનો પ્રારંભ

Live TV

X
  • 10 ઓગષ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ચાલશે મોનસૂન ફેસ્ટિવલ

    કુદરતી સૌંદર્યથી ધેરાયેલા, રાજ્યના ગિરી મથક સાપુતારા ખાતે મોનસૂન ફેસ્ટિવલનો આરંભ થઈ ચૂકયો છે. 10 ઓગસ્ટથી 9મી સપ્ટેમ્બર સુધી ચાલનારા મોનસૂન ફેસ્ટિવલને પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગમંત્રી જવાહરભાઈ ચાવડા તેમજ ફિલ્મ અભિનેત્રી ભાગ્યશ્રીએ ખૂલ્લો મૂકયો હતો. આ પ્રસંગે શોભાયાત્રા પણ નીકળી હતી. ઝરમર વરસાદ વચ્ચે યોજાયેલી શોભાયાત્રામાં વિવિધ વેશભૂષામાં કલાકારોએ ભાગ લીધો હતો. પ્રવાસનમંત્રી જવાહર ચાવડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં આવી રહેલા પ્રવાસીઓની સંખ્યામાં 14 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. ડાંગના ધારાસભ્ય મંગળભાઈ ગાવિત અને અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply