Skip to main content
Settings Settings for Dark

BSNL પોતાના ગ્રાહકોને એક મહિના માટે મફત મોબાઇલ સેવા આપશે

Live TV

X
  • ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ દિવાળીના અવસર પર નવા ગ્રાહકોને એક મહિનાના સમયગાળા માટે ફક્ત એક રૂપિયાના ટોકન શુલ્ક પર 4G મોબાઇલ સેવાઓ આપવાની ઓફર કરી છે. આ દિવાળી બોનાન્ઝા 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2025 સુધી ચાલુ રહેશે.

    ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ દિવાળીના અવસર પર નવા ગ્રાહકોને એક મહિનાના સમયગાળા માટે ફક્ત એક રૂપિયાના ટોકન શુલ્ક પર 4G મોબાઇલ સેવાઓ આપવાની ઓફર કરી છે. આ દિવાળી બોનાન્ઝા 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2025 સુધી ચાલુ રહેશે.

    દિવાળી બોનાન્ઝા યોજના

    અનલિમિટેડ વોઇસ કોલ (યોજનાના નિયમો અને શરતો અનુસાર)
    2 GB/દિવસ હાઇ-સ્પીડ ડેટા
    100 SMS/દિવસ
    નિઃશુલ્ક સિમ (દૂરસંચાર વિભાગના દિશાનિર્દેશો અનુસાર KYC સાથે)

    દિવાળી બોનાન્ઝા યોજના કેવી રીતે મેળવવી?

    BSNL ગ્રાહક સેવા કેન્દ્ર (CSC) પર જાઓ 
    માન્ય KYC દસ્તાવેજો સાથે રાખો
    દિવાળી બોનાન્ઝા પ્લાન માટે વિનંતી કરો
    KYC પૂર્ણ કરો અને તમારું નિઃશુલ્ક સિમ મેળવો
    સિમ નાખો અને તેને સક્રિય કરવાની પ્રક્રિયા પૂર્ણ કરો
    તમારા 30-દિવસના નિઃશુલ્ક લાભો સક્રિયકરણની તારીખથી શરૂ થઈ જશે.
    સહાયતા માટે 1800-180-1503 પર કોલ કરો અથવા bsnl.co.in ની મુલાકાત લો.

    ઉપરોક્ત ઓફરની જાહેરાત કરતાં BSNLના CMD એ. રોબર્ટ જે. રવિએ જણાવ્યું કે BSNL એ તાજેતરમાં દેશભરમાં મેક-ઇન-ઇન્ડિયા, અદ્યતન 4G મોબાઇલ નેટવર્ક સ્થાપિત કર્યું છે, જે આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ ધપાવી રહ્યું છે. દિવાળી બોનાન્ઝા પ્લાન—પ્રથમ 30 દિવસ માટે તદ્દન મફત સેવા શુલ્ક—ગ્રાહકોને અમારા સ્વદેશી રીતે વિકસિત 4G નેટવર્કનો અનુભવ કરવાની ગૌરવપૂર્ણ તક પ્રદાન કરે છે. અમને વિશ્વાસ છે કે સેવાની ગુણવત્તા, કવરેજ અને BSNL બ્રાન્ડ સાથે જોડાયેલો વિશ્વાસ ગ્રાહકોને મફત 30 દિવસના સમયગાળા પછી પણ અમારી સાથે જોડાયેલા રહેવા માટે પ્રોત્સાહિત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
apply