Skip to main content
Settings Settings for Dark

દેશના વૈજ્ઞાનિકોની કમાલ: હવે શરીરમાંથી વીજળી પેદા કરશે

Live TV

X
  • દેશના વૈજ્ઞાનિકોએ એક એવો ખાસ લચીલો પદાર્થ તૈયાર કર્યો છે, જે શરીરના સામાન્ય હલનચલન, જેમ કે હૃદયના ધબકારા, શ્વાસ લેવો, આંગળીઓની હિલચાલ અથવા ચાલવાથી પોતે જ વીજળી પેદા કરી શકે છે. આ સિદ્ધિ બૅંગ્લુરુ સ્થિત સેન્ટર ફોર નેનો એન્ડ સોફ્ટ મૅટર સાયન્સિસ (CeNS)ના વૈજ્ઞાનિકોએ હાંસલ કરી છે, જે વિજ્ઞાન અને ટેક્નૉલૉજી મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા છે.

    દેશના વૈજ્ઞાનિકોએ એક એવો ખાસ લચીલો પદાર્થ તૈયાર કર્યો છે, જે શરીરના સામાન્ય હલનચલન, જેમ કે હૃદયના ધબકારા, શ્વાસ લેવો, આંગળીઓની હિલચાલ અથવા ચાલવાથી પોતે જ વીજળી પેદા કરી શકે છે. આ સિદ્ધિ બૅંગ્લુરુ સ્થિત સેન્ટર ફોર નેનો એન્ડ સોફ્ટ મૅટર સાયન્સિસ (CeNS)ના વૈજ્ઞાનિકોએ હાંસલ કરી છે, જે વિજ્ઞાન અને ટેક્નૉલૉજી મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા છે.

    પદાર્થની રચના અને કાર્યક્ષમતા

    મૂળ પદાર્થો: વૈજ્ઞાનિકોએ ટંગ્સ્ટન ટ્રાઇઑક્સાઇડ નામના વિશેષ નેનો કણોને પીવીડીએફ નામની લચીલી પ્લાસ્ટિક સામગ્રીમાં મિશ્રિત કરીને આ નવું સંયુક્ત (કમ્પોઝિટ) પદાર્થ બનાવ્યો છે.

    વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા: આ પદાર્થમાં દબાણ અને ખેંચાણ જેવી પ્રવૃત્તિઓને વીજળીમાં રૂપાંતરિત કરવાની ક્ષમતા છે.

    સૌથી અસરકારક કણ: સંશોધન ટીમે નેનો કણોના ચાર જુદા જુદા આકારોનું પરીક્ષણ કર્યું, જેમાં ફૂલ જેવી આકૃતિવાળા કણો સૌથી વધુ અસરકારક જણાયા. આ કણોની સપાટી પર વધુ વિદ્યુત આવેશ (ઇલેક્ટ્રિક ચાર્જ) હોય છે, જેનાથી તે પ્લાસ્ટિકમાં સૌથી સારી રીતે ભળી જાય છે અને વધારે વીજળી પેદા કરે છે.

    સફળ પરીક્ષણ

    સંશોધકોએ માત્ર પદાર્થ જ તૈયાર નથી કર્યો, પરંતુ પ્લાસ્ટિકમાં નેનો કણોની કેટલી માત્રા રાખવાથી ઊર્જા ઉત્પાદન સૌથી વધારે થશે તે પણ નક્કી કર્યું. ટીમે આ પદાર્થનો ઉપયોગ કરીને નાના, સ્વયં-ઊર્જા પેદા કરતા ઉપકરણો બનાવ્યા અને તેનું સફળ પરીક્ષણ કર્યું. આ ઉપકરણોએ આંગળી વાળવી અથવા ટેબલ પર હળવી થાપ જેવી નાની હલનચલનથી પણ સ્પષ્ટ અને સ્થિર વિદ્યુત સંકેતો પેદા કર્યા. આ સંશોધન આંતરરાષ્ટ્રીય પત્રિકા ACS એપ્લાઇડ ઇલેક્ટ્રોનિક મટિરિયલ્સમાં પ્રકાશિત થયું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ટેક્નૉલૉજી વાસ્તવિક જીવનના ઘણા ક્ષેત્રોમાં મોટો બદલાવ લાવી શકે છે:

    સ્વાસ્થ્ય ક્ષેત્ર (હેલ્થકેર):
    દર્દીના હૃદયના ધબકારા, શ્વાસ, નાડી અને ચાલવા જેવી ગતિવિધિઓની સતત દેખરેખ (મોનિટરિંગ) કરવા માટે આ ટેક્નૉલૉજી કોઈ પણ બાહ્ય વીજળી સ્ત્રોત વિના કામ કરી શકે છે.

    નવા ઉપકરણો:
    આ નવો પદાર્થ સ્માર્ટ કપડાં (Smart Cloths), ફિટનેસ બૅન્ડ, મોશન સેન્સરો અને તબીબી ઉપકરણોમાં ઉપયોગમાં લઈ શકાય છે. તેનાથી શરીર પર પહેરવામાં આવતા ઉપકરણોનું કદ અને વજન ઘટશે, બૅટરી બદલવાની જરૂરિયાત દૂર થશે અને સતત કામકાજ શક્ય બનશે.

    ભવિષ્યની ટેક્નૉલૉજી:
    આ ટેક્નૉલૉજી ભવિષ્યમાં ઊર્જા બચત અને હલનચલનથી ઊર્જા બનાવતા સ્માર્ટ વસ્ત્રો અને ઉપકરણોમાં પણ ઉપયોગમાં લેવાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
apply