Skip to main content
Settings Settings for Dark

ભારત બનશે ક્વોન્ટમ સુપરપાવર, નીતિ આયોગે બહાર પાડ્યો રોડમેપ

Live TV

X
  • નીતિ આયોગના ફ્રન્ટિયર ટેક હબે ભારતને વૈશ્વિક ક્વોન્ટમ સુપરપાવર બનાવવા માટે એક રોડમેપ રજૂ કર્યો છે, જેમાં સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે ક્વોન્ટમ ટેકનોલોજી આરોગ્ય, નાણાં અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા ક્ષેત્રોમાં પરિવર્તન લાવશે. રોડમેપમાં રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન દ્વારા સંશોધન અને વ્યાવસાયિકરણને વેગ આપીને ભારતને ક્વોન્ટમ ટેકનોલોજીનો આપૂર્તિકર્તા બનાવવાની વ્યૂહરચના છે, જે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં વ્યૂહાત્મક ભૂમિકા ભજવશે.

    નીતિ આયોગના ફ્રન્ટિયર ટેક હબ દ્વારા ગુરુવારે એક રોડમેપ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ભારતને વિશ્વની અગ્રણી ક્વોન્ટમ શક્તિ બનાવવાની દિશામાં સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્વોન્ટમ ટેકનોલોજી આજે આપણા સમયની સૌથી પરિવર્તનકારી શક્તિઓ માંથી એક બનવાની અણી પર છે, જેની અસર આરોગ્ય, નાણાં, લોજિસ્ટિક્સ, ઊર્જા, સામગ્રી વિજ્ઞાન અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા તમામ મુખ્ય ક્ષેત્રો પર પડશે.

    નીતિ આયોગના મતે, જે દેશો હાલમાં નિર્ણાયક પગલાં લેશે, તે જ આગામી સમયની કમ્પ્યુટિંગ, સંચાર અને સેન્સિંગ ક્ષમતાઓનું નેતૃત્વ કરશે તથા વૈશ્વિક નવીનતા અને વિશ્વાસનું માળખું નક્કી કરશે. ભારત માટે ક્વોન્ટમ ટેકનોલોજી માત્ર વિજ્ઞાન કે ટેકનોલોજીનું ક્ષેત્ર નથી – તે દુનિયામાં ભારતની નવી ભૂમિકા નક્કી કરવાની તક છે, જ્યાં તે શરૂઆતથી જ નેતૃત્વ કરે, ન કે પાછળથી નિયમોનું અનુસરણ કરે.

    ક્વોન્ટમ ટેકનોલોજીને ભવિષ્યના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જૈવ તકનીક, અદ્યતન સામગ્રી અને સુરક્ષિત ડિજિટલ પ્રણાલીઓનો મૂળ આધારસ્તંભ ગણાવવામાં આવ્યો છે. જારી કરાયેલા રોડમેપમાં રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશનનો ઉપયોગ કરીને સંશોધન, વ્યાવસાયીકરણ અને ક્વોન્ટમ ઇકોસિસ્ટમ વિકાસને વેગ આપવા માટે સ્પષ્ટ પગલાં સૂચવવામાં આવ્યા છે. તેમાં ભારતની વર્તમાન સ્થિતિ, તેની ક્ષમતાઓ અને મુખ્ય ખામીઓનું વિગતવાર વિશ્લેષણ સામેલ છે.

    રોડમેપમાં નીતિ ઘડનારાઓ, વૈજ્ઞાનિકો, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને રાજ્યો વચ્ચે સહિયારી જવાબદારીને મહત્વપૂર્ણ ગણાવી છે, જેથી ભારત એક ભરોસાપાત્ર અને સ્પર્ધાત્મક વૈશ્વિક ક્વોન્ટમ અર્થવ્યવસ્થા બનાવી શકે.

    તેલંગાણાના આઇટી મંત્રી ડી. શ્રીધર બાબુએ કહ્યું કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એવી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં સક્ષમ હશે જેને પહેલા અશક્ય માનવામાં આવતી હતી – જેમ કે દવા શોધ, આબોહવા મોડેલિંગ, રાષ્ટ્રીય સુરક્ષા અને અદ્યતન સામગ્રી નિર્માણ. તેમણે કહ્યું કે દુનિયામાં ક્વોન્ટમ રોકાણ ઝડપથી વધ્યું છે અને તેલંગાણા ઊંડી સંશોધન ક્ષમતા અને પ્રતિભા વિકાસ સાથે તેની તૈયારી કરી રહ્યું છે.

    નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. સારસ્વતે કહ્યું કે ભારતના 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્યમાં ક્વોન્ટમ ટેકનોલોજી એક વ્યૂહાત્મક પ્રેરક શક્તિ હશે. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશને શરૂઆતની પ્રગતિને ગતિ આપી છે, અને આ રોડમેપ આગળની ક્ષમતાઓ વિકસાવવા અને વૈશ્વિક સ્તરના પ્લેટફોર્મ તૈયાર કરવા માટે જરૂરી લક્ષ્યોને રેખાંકિત કરે છે.

    નીતિ આયોગના સીઇઓ બી.વી.આર. સુબ્રહ્મણ્યમે કહ્યું કે આવનારા પાંચ વર્ષ એ નક્કી કરશે કે ભારત ક્વોન્ટમ ટેકનોલોજીનો આપૂર્તિકર્તા (સપ્લાયર) બનશે કે ઉપભોક્તા. તેમણે કહ્યું કે ભારતની પ્રતિભા, એન્જિનિયરિંગ ક્ષમતા અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભેળવીને એક વિશ્વસનીય, સ્પર્ધાત્મક અને સુરક્ષિત ક્વોન્ટમ ભારત બનાવી શકાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
apply