Skip to main content
Settings Settings for Dark

અંડર-19 ટીમના નિરાશાજનક પ્રદર્શન પર BCCI ગંભીર, સમીક્ષા બેઠક યોજાશે

Live TV

X
  • ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમ 21 ડિસેમ્બરે દુબઈમાં એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે હારી ગઈ હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ હારને ગંભીરતાથી લઈ રહ્યું છે અને ભારતીય ટીમના નિરાશાજનક પ્રદર્શનની સમીક્ષા કરવા માટે એક સમીક્ષા બેઠક યોજવાનું આયોજન છે.

    એક અહેવાલ મુજબ, BCCIએ સોમવારે ઓનલાઈન એપેક્સ કાઉન્સિલની બેઠક દરમિયાન અંડર-19 એશિયા કપમાં ભારતના પ્રદર્શનની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો હતો. બોર્ડના સભ્યોએ આ સમીક્ષાને જરૂરી ગણાવી હતી.

    પાકિસ્તાન સામેની નિરાશાજનક હાર માટે બોર્ડ ટીમ મેનેજમેન્ટ પાસેથી જવાબ માંગે તેવી શક્યતા છે. મુખ્ય કોચ ઋષિકેશ કાનિટકર અને કેપ્ટન આયુષ મ્હાત્રેનો પણ અલગથી વાત થઈ શકે છે. અંડર-19 વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે. આ મેગા ઇવેન્ટ માટે ભારતીય ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. તેથી ટીમની જાહેરાત કરતા પહેલા એશિયા કપના પ્રદર્શનની સમીક્ષા જરૂરી છે.

    પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટે ફાઇનલ દરમિયાન ભારતીય ખેલાડીઓ પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો છે. મેચ દરમિયાન ભારતીય કેપ્ટન આયુષ મ્હાત્રે અને ઓપનર વૈભવ સૂર્યવંશી આઉટ થયા બાદ પાકિસ્તાની ફાસ્ટ બોલર અલી રઝા પર ગુસ્સે થયો હોવાનો વીડિયો સામે આવ્યો છે. બીસીસીઆઈ આ મુદ્દા પર ધ્યાન આપશે કે નહીં તે સ્પષ્ટ નથી.

    ફાઇનલ પછી, પાકિસ્તાન ટીમના મેન્ટર સરફરાઝ અહેમદ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહસીન નકવીએ ભારતીય ખેલાડીઓના વર્તનને રમતની ભાવના વિરુદ્ધ ગણાવ્યું. મોહસીન નકવીએ તો કહ્યું કે, તેઓ આ મુદ્દો આઈસીસી સમક્ષ ઉઠાવશે.

    ભારતીય ટીમ 21 ડિસેમ્બરના રોજ ફાઇનલ હારી ગઈ. પાકિસ્તાને ભારતને 348 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેમાં ભારતીય ટીમ 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ટાઇટલ મેચ 191 રનથી હારી ગઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply