અંડર-19 વર્લ્ડકપ અને સાઉથ આફ્રિકા સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત; વૈભવ અને આયુષ મ્હાત્રેને મળી તક
Live TV
-
આગામી અંડર-19 વર્લ્ડકપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં યુવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં, બીસીસીઆઈએ સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે સીરીઝ માટે ભારતની અંડર-19 ટીમની પણ જાહેરાત કરી છે. બોર્ડે વનડે સીરીઝ અને વર્લ્ડ કપ માટે અલગ અલગ કેપ્ટન બનાવ્યા છે.
BCCIએ 27 ડિસેમ્બરે 2026ના અંડર-19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી. ટીમમાં કુલ 15 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આયુષ મ્હાત્રેને ફરી એકવાર ભારતીય ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. વધુમાં BCCIએ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે ભારતની અંડર-19 ટીમની પણ જાહેરાત કરી છે.
2026ના અંડર-19 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ODI શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે. આયુષ મ્હાત્રેને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. વૈભવ સૂર્યવંશી કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે. મ્હાત્રેને કાંડામાં ઈજા છે, તેથી તે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં ભાગ લેશે નહીં. જોકે, મ્હાત્રે અંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહેશે.
આ પહેલાં ભારતીય ટીમે અંડર-19 એશિયા કપ 2025માં સારું પ્રદર્શન કર્યું હતું. ભારત એશિયા કપ 2025ની ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ પાકિસ્તાને ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય અંડર-19 ટીમ છેલ્લા કેટલાક મહિનાઓમાં સારું પ્રદર્શન કરી રહી છે.
સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતની ટીમ:વૈભવ સૂર્યવંશી (કેપ્ટન), એરોન જ્યોર્જ (વાઇસ કેપ્ટન), વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ સિંહ (વિકેટકીપર), આર. અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, મોહમ્મદ ઇનાન, હેનિલ પટેલ, ડી. દીપેશ, કિશન કુમાર સિંહ, ઉધવ મોહન, યુવરાજ ગોહિલ, રાહુલ કુમાર.
અંડર-19 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયા
આયુષ મ્હાત્રે (C), વિહાન મલ્હોત્રા (VC), વૈભવ સૂર્યવંશી, આરોન જ્યોર્જ, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (wk), હરવંશ સિંઘ (wk), RS અમ્બ્રીસ, કનિષ્ક ચૌહાણ, ખિલાન એ. પટેલ, મોહમ્મદ અનન, હેનીલ પટેલ, ડી. દીપેશ, કિશન કુમાર સિંહ, ઉધવ મોહનવર્લ્ડ કપમાં 16 ટીમ રમશે, ભારતને ગ્રુપ Bમાં રાખ્યું
ICC મેન્સ U-19 વર્લ્ડ કપમાં 16 ટીમ ભાગ લેશે. જેમને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ત્યારબાદ સુપર સિક્સ સ્ટેજ, સેમિફાઈનલ અને ફાઈનલ રમાશે. ફાઈનલ મુકાબલો હરારેમાં થશે. 5 વખતની ચેમ્પિયન ભારત (2000, 2008, 2012, 2018 અને 2022)ને ગ્રુપ-Bમાં રાખવામાં આવ્યું છે, જ્યાં તેનો સામનો ન્યૂઝીલેન્ડ, USA અને બાંગ્લાદેશ સામે થશે.
