આંતરરાષ્ટ્રીય પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ સામે વેસ્ટ ઇન્ડીઝની જીત
Live TV
-
વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને હરાવીને પોતાની પહેલી આંતર રાષ્ટ્રીય મેચ જીતી લીધી છે.
વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને હરાવીને પોતાની પહેલી આંતર રાષ્ટ્રીય મેચ જીતી લીધી છે. દર્શકો રહિત એગસબાઉલ સ્ટેડિયમમાં રમાયેલી આ રોમાંચક મેચમાં જર્મન બ્લેક વુડના 95 રનની મદદથી વેસ્ટ ઇન્ડીઝે પાંચમા અને અંતિમ દિવસના અંતિમ સત્રમાં ચાર વિકેટે જીત હાંસલ કરી હતી. આ અગાઉ વેસ્ટ ઇન્ડિઝે પોતાની પ્રથમ ઇનિંગમાં 318 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે પોતાની પહેલી ઇનિંગમાં 204 અને બીજી ઇનિંગમાં 313 રન બનાવ્યા હતા. બીજી મેચ ગુરુવારે માન્ચેસ્ટરમાં રમાશે.
