Skip to main content
Settings Settings for Dark

આઈપીઓની ક્વોલિફાયર-1માં ચેન્નાઈ અન ગુજરાત વચ્ચે થશે ટક્કર 

Live TV

X
  • આજે બપોરે મુંબઈ ઈન્ડિયન અને સનરાઈઝર હૈદરાબાદ વચ્ચે મેચ થવાની છે. સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલાથી ક્વોલિફાઈર રાઉન્ડની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન માટે આ મેચ ક્વોલિફાઈયરમાં તેનું સ્થાન સુનિશ્ચિત કરવા અને 16 પોઈન્ટ સુધી પહોંચવા રમશે, તેથી તેના માટે આ મેચ મહત્વની થઈ જાય છે. તો સનરાઈઝર હૈદરાબાદ જીત સાથી વિદાય લેવા મેદાનમાં ઉતરશે. તે પછી સાંજે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ગુજરાત ટાઈન્ટસ વચ્ચે ટક્કર થવાની છે. જેમાં ગુજરાત ટાઈટન્સ પોઈન્ટસ ટેબરમાં સૌથી મોખરે છે જ્યારે રોયલ ચેલેન્જર બેંગ્લોર ક્લોલિફાયરમાં ચોથું સ્થાન મેળવવા માટે આ મેચ જીતવી મહત્વની રહેશે

     
    ચેન્નાઈ સુપર કિંગ્સે છેલ્લી લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને પ્લેઓફની ટિકિટ મેળવી હતી અને આ જીત સાથે ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે અને પ્રથમ ક્વોલિફાયર રમશે. આ મેચ 23 મેના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ એટલે કે ચેપોક સ્ટેડિયમમાં રમાશે અને ચેન્નાઈ સામે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ હશે.
    પ્રથમ ક્વોલિફાયરમાં મહેન્દ્ર સિંહ ધોનીની CSKનો સામનો હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ મેચમાં ધોની પાસે IPL 2023ની શરૂઆતની મેચમાં ગુજરાત ટાઇટન્સના હાથે થયેલી હારનો બદલો મેળવવાની તક હશે અને ધોની પાસે ઘરઆંગણે આવું કરવાની તક છે.ચેન્નઇ 12મી વખત પ્લેઓફમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 14 સીઝનમાં રેકોર્ડ 12મી વખત પ્લેઓફમાં પહોંચી છે. બીજી તરફ IPLમાં ગુજરાતનું આ બીજું વર્ષ છે અને તે બીજી વખત પ્લેઓફમાં રમશે. ધોનીની ટીમે 12માંથી 9 વખત પ્લેઓફ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જ્યારે હાર્દિકની ગુજરાત ટાઇટન્સ પ્રથમ પ્રયાસમાં જ ફાઇનલમાં પહોંચી હતી અને હવે સતત બીજી વખત ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે.

    ક્વોલિફાયર-1 રમનારને ફાયદો
    IPLનો લીગ સ્ટેજ પૂરો થયા બાદ ટોપ-2માં રહેનારી બે ટીમોને પ્લેઓફમાં ફાયદો થાય છે. ક્વોલિફાયર-1માં જે ટીમ જીતશે તે સીધી ફાઇનલમાં જશે. આ સાથે જ હારનાર ટીમ પાસે ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક છે. તે ક્વોલિફાયર-ટુમાં પ્રવેશે છે, જ્યાં તે એલિમિનેટર જીતનારી ટીમ સાથે સ્પર્ધા કરે છે. આ વખતે એલિમિનેટરની એક ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ છે અને બીજી મુંબઈ ઈન્ડિયન્સ અથવા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાંથી કોઇ એક હોઈ શકે છે.

    ઉલ્લેખનીય છે કે આજે બપોરે મુંબઈ ઈન્ડિયન અને સનરાઈઝર હૈદરાબાદ વચ્ચે મેચ થવાની છે. સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલાથી ક્વોલિફાઈર રાઉન્ડની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન માટે આ મેચ ક્વોલિફાઈયરમાં તેનું સ્થાન સુનિશ્ચિત કરવા અને 16 પોઈન્ટ સુધી પહોંચવા રમશે, તેથી તેના માટે આ મેચ મહત્વની થઈ જાય છે. તો સનરાઈઝર હૈદરાબાદ જીત સાથી વિદાય લેવા મેદાનમાં ઉતરશે. તે પછી સાંજે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ગુજરાત ટાઈન્ટસ વચ્ચે ટક્કર થવાની છે. જેમાં ગુજરાત ટાઈટન્સ પોઈન્ટસ ટેબરમાં સૌથી મોખરે છે જ્યારે રોયલ ચેલેન્જર બેંગ્લોર ક્લોલિફાયરમાં ચોથું સ્થાન મેળવવા માટે આ મેચ જીતવી મહત્વની રહેશે. ઉલ્લેખનીય છે કે, બેંગ્લોરનો જીતનો રન રેટ સારો હોવાથી જો રન રેટ પર વાત જશે તો તેની શક્યત વધુ પ્રબળ છે. પરંતુ રન રેટ પહેલ આજની મેચ બેંગ્લોર માટે ટુ ઓર ડાઈની છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply