આજે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે IPL 2023ની ફાઈનલ રમાશે
Live TV
-
આજે અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઈપીએલ 2023ની ફાઈલન મેચ થવાની છે. આ ફાઈનલમાં હાર્દિક પાંડ્યાના નેતૃત્વ હેઠળની ગુજરાત ટાઈન્સ ટીમ ભારતની સૌથી સફળ કેપ્ટનમાંથી એક મહેન્દ્ર સિંહ ધોનીના નેજા હેઠળની ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે ટક્કર થશે. આ સિઝનમાં 70 લીગ મેચો, બે ક્વોલિફાયર અને એક એલિમિનેટર રમ્યા બાદ, CSK અને ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં પહોંચી છે. હવે વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર એમએસ ધોની અને હાર્દિક પંડ્યા પર ટકેલી છે કે, કોણ પોતાની ટીમને ચેમ્પિયન બનાવવામાં સફળ રહેશે.
એમએસ ધોની માટે આ સિઝન વધુ ખાસ છે, કારણ કે જો તે જીતશે તો તે પોતાની ટીમને સૌથી વધુ વખત ચેમ્પિયન બનાવનાર કપ્તાન બની જશે અને રોહિત શર્માની બરાબરી કરી લેશે. બીજી તરફ, હાર્દિક પંડ્યાની ટીમ વર્તમાન ચેમ્પિયન છે અને તે CSK સામે પોતાનું ટાઇટલ બચાવવાનો પ્રયાસ કરશે. એમએસ ધોની આ લીગમાં 2008થી એટલે કે IPLની પ્રથમ સિઝનથી રમી રહ્યા છે અને 16 સિઝનમાંથી 14 સિઝનમાં તે CSKનો કેપ્ટન રહ્યા છે. 14 સીઝનમાં CSKની ટીમ 10 વખત ફાઇનલમાં પહોંચી છે અને દરેક વખતે આ ટીમ ધોનીની કેપ્ટન્સીમાં ફાઇનલમાં રમી છે. એમએસ ધોનીની નજર હવે ફાઇનલમાં 8મા કેપ્ટન સામે ટાઈટલ જીતવા પર રહેશે.
હાર્દિક પંડ્યા પહેલા ધોની આઈપીએલ ફાઈનલમાં શેન વોર્ન, સચિન તેંડુલકર, ડેનિયલ વેટોરી, ગૌતમ ગંભીર, રોહિત શર્મા, કેન વિલિયમસન, ઈયોન મોર્ગન જેવા કેપ્ટનો સામે ટાઈટલ જીતી ચૂક્યો છે. હાર્દિક પંડ્યા આઠમો કેપ્ટન હશે જેની સામે ધોની ફાઈનલ રમશે. IPLમાં ધોની ત્રણ વખત કેપ્ટન તરીકે રોહિત શર્મા સામે રમ્યો છે.
