ભારતના ટોચના ખેલાડી એચ. એસ. પ્રણોયે મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધા જીતી લીધી
Live TV
-
ભારતના ટોચના ખેલાડી એચ. એસ. પ્રણોયે મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધા જીતી લીધી છે. આજે ક્વાલાલમ્પુરમાં રમાયેલી પુરૂષો માટેની સિંગલ્સની ફાઇનલમાં તેણે ચીનના વેન્ગ હોન્ગ યાન્ગને 21-19, 13-21, 21-18 થી હરાવ્યો હતો. અમે આપને જણાવી ગયા છીએ કે ગઈકાલે રમાયેલી સેમિફાઇનલમાં ઇન્ડોનેશિયાના ક્રિશ્વિયન એડીનાટા પહેલી રમત પછી જ ઇજાના કારણે સ્પર્ધામાંથી ખસી ગયો હતો. પરિણામે વિશ્વના નવમા ક્રમાંકિત પ્રણોયને વિજેતા જાહેર કરાયો હતો અને તે ફાઇનલમાં પ્રવેશ્યો હતો. જોકે મહિલાઓ માટેની સેમિફાઇનલમાં ભારતની પી.વી. સિંધુની ઇન્ડોનેશિયાની ગ્રેગોરિયા મારિસ્કા તુન્જુંગ સા સામે હાર થતાં તે સ્પર્ધામાંથી બહાર નીકળી ગઈ હતી.
