IPLમાં આજે રીઝર્વ ડે પર યોજાશે ફાઈનલ મુકાબલો, આજે સાંજે સાત વાગે શરૂ થશે મેચ
Live TV
-
ગુજરાત ટાઇટન્સ સતત બીજી વખત IPLની ફાઇનલમાં પહોંચી છે.
ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની આઇપીએલની ફાઈનલ મેચ વરસાદના કારણે રમાઇ શકી નહોતી. જો કે સોમવારે રિઝર્વ ડે પર મેચ રમાડવાનો નિર્ણય કરાયો છે. જે મેચ આજે સાંજે સાત વાગે શરૃ થશે. બીબીસીઆઇએ દર્શકોને ખાસ અપીલ કરી છે કે, દર્શકો તેમની ટિકિટ સાચવી રાખે. જે સોમવારે રમાનારી મેચ દરમિયાન આ ટિકિટ માન્ય ગણાશે. અમદાવાદમાં ધોધમાર વરસાદ પડતાં મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાણી ભરાયા હતા. જેના કારણે મેચ રમાઇ શકી નહોતી. છેવટે મેચ સોમવારે એટલે રિઝર્વ ડે પર રમાડવાનો નિર્ણય કરાયો હતો. ગુજરાત ટાઇટન્સ સતત બીજી વખત IPLની ફાઇનલમાં પહોંચી છે, તે ચેન્નાઈને હરાવવામાં સફળ થશે તો IPL ના ઈતિહાસમાં સતત ટાઈટલ જીતનારી તે ત્રીજી ટીમ બની જશે.
