Skip to main content
Settings Settings for Dark

આજે છે રાષ્ટ્રીય ખેલ દિવસ, આ ખાસ કારણોસર તેને ઉજવવામાં આવે છે

Live TV

X
  • ભારતમાં દર વર્ષે 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસ ઉજવવામાં આવે છે. મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ પર 29 ઓગસ્ટને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મેજર ધ્યાનચંદનો જન્મ આ દિવસે વર્ષ 1905માં પ્રયાગરાજમાં થયો હતો. સ્પોર્ટ્સ ડે નિમિત્તે દેશવાસીઓને સ્પોર્ટ્સ પ્રત્યે જાગૃત કરવાની સાથે તેમને ફિટ રહેવા માટેના સૂચનો પણ આપવામાં આવે છે. જ્યાં ભારતમાં 29મી ઓગસ્ટે સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે, ત્યાં અન્ય દેશોમાં અલગ-અલગ તારીખે સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે.

    રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે દેશમાં અનેક પ્રકારની રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં હોકી, કબડ્ડી, મેરેથોન, બાસ્કેટબોલ અને વોલીબોલ જેવી ઘણી રમતોનું આયોજન કરવામાં આવે છે. જણાવી દઈએ કે મેજર ધ્યાનચંદે વર્ષ 1928, 1932 અને 1936માં ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. મેજર ધ્યાનચંદે તેમની હોકી કારકિર્દીમાં 500 થી વધુ ગોલ કર્યા હતા.

    સ્પોર્ટ્સ ડે ઉજવવા પાછળનું એક મોટું કારણ યુવાનોને રમતગમતમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરવાનું છે. આનાથી તે ફિટ રહેવાની સાથે સ્પોર્ટ્સમાં પોતાનું ભવિષ્ય બનાવી શકે છે. હાલમાં ભારતે રમતગમતની દુનિયામાં પોતાનું ગૌરવ વધાર્યું છે. અર્જુન પુરસ્કાર, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર અને દ્રોણાચાર્ય પુરસ્કાર દેશમાં રમતગમતમાં મહત્વપૂર્ણ યોગદાન માટે આપવામાં આવે છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply