Skip to main content
Settings Settings for Dark

આજે ફિફા મહિલા ફુટબોલ વર્લ્ડકપની ફ્રાંસમાં ફાઈનલ

Live TV

X
  • આજે ફિફા મહિલા ફુટબોલ વર્લ્ડકપની ફ્રાંસમાં ફાઈનલ છે. ડિફેન્ડીંગ વર્લ્ડ ચેમ્પીયન યુ.એસ.એ અને નેધરલેન્ડ ફાઈનલમાં ટકરાશે. તો ત્રીજા સ્થાન માટેની મેચમાં સ્વિડન વિજેતા બન્યું છે.

    આજે ફીફા મહિલા ફૂટબોલ વિશ્વ કપની ફાઇનલમાં ગત વખતની વિજેતા ટીમ અમેરિકા, નેધરલેન્ડ સામે ફ્રાન્સ ના લિયોન શહેર માં ટકરાશે. ત્રણ વખતની વિશ્વ કપ વિજેતા ટીમ અમેરિકા નેધરલેન્ડ ને હરાવી સળંગ બે વખત વિશ્વ કપ જીતવા વાળી, જર્મની પછી, બીજી ટીમ બનવા આજે મેદાન પર ઉતરશે. નેધરલેન્ડ પ્રથમ વખત વિશ્વ કપની ફાઇનલમાં પહોચ્યું છે. જ્યારે રેકોર્ડની વાત કર્યે તો અમેરિકા વિશ્વ કપની ફાઇનલમાં રેકોર્ડ પાંચમી વખત રમવા જઇ રહ્યું છે (જર્મની ત્રણ વખત ફાઇનલમાં પહોચ્યું છે). સેમિફાઇનલમાં નેધરલેન્ડે એકસ્ટ્રા ટાઇમમાં ફટકારેલા ગોલના મદદથી સ્વીડનને 1-0થી હરાવ્યું હતું, જ્યારે ઇંગ્લેન્ડને 2-1 થી હરાવી અમેરિકા એ ફાઇનલમાં પ્રવેશ મેળ્વયો છે. સ્વીડન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજા સ્થાન માટેની મેચમાં સ્વીડને ઇંગ્લેન્ડને 2-1 થી હરાવી ત્રીજો સ્થાન મેળ્વયો હતો. અમેરિકા ફૂટબોલ વિશ્વ કપની છેલ્લી 16 મેચ માં અજય છે જ્યારે નેધરલેન્ડે કોઇ પણ ટુર્નામેન્ટમાં રમેલી છેલ્લી 10 મેચમાં અત્યાર સુધી હાર નો સામનો કર્યો નથી. વિશ્વ કપમાં હાલ સુધી રમાયેલી 51 મેચમાં, મેચ દિઠ 2.8 ની સરારેશે 144 ગોલ કરવામાં આવ્યા છે, જ્યારે ખેલાડીઓ ને રેફરી દ્વારા 121 યેલો કાર્ડ અને 4 લાલ કાર્ડ બતાવવામાં આવ્યા છે. અમેરીકાની એલેક્સ મોર્ગન અને ઇંગ્લેન્ડની એલેન વ્હાઇટ સંયુક્ત રૂપે 6 ગોલ સાથે ટોચના સ્થાન પર છે, પરંતુ અમેરીકાની એલેક્સ મોર્ગન ત્રણ ગોલ અસિસ્ટ ના આધારે ગોલ્ડન બુટ જીતવાની પ્રબળ દાવેદાર છે.મહિલા ફૂટબોલ વિશ્વ કપની ફાઇનલ ભારતીય સમય પ્રમાણે આજે રાત્રે 8.30 વાગ્યે રમાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply