આવતીકાલે બપોરે 3 વાગ્યે એશિયા કપની ફાઈનલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે થશે ટક્કર
Live TV
-
ભારતે સુપર 4માં શ્રીલંકા સામે જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. શ્રીલંકાએ ગ્રુપ 4ની છેલ્લી મેચમાં પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો
ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2023ની ફાઈનલ આવતીકાલે રવિવારે કોલંબોમાં રમાશે. ભારતે સુપર 4માં શ્રીલંકા સામે જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. શ્રીલંકાએ ગ્રુપ 4ની છેલ્લી મેચમાં પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બાંગ્લાદેશની ટીમ પહેલા જ સુપર 4માંથી બહાર થઈ ગઈ હતી.
આવતીકાલે રવિવારે બપોરના 3 વાગ્યે ભારત અને શ્રીલંકા વચ્ચે બપોરે 3 વાગ્યે મેચ શરૂ થશે. 2022નો એશિયા કપનો ખીતાબ શ્રીલંકાએ પોતાના નામે કર્યો હતો. જ્યારે ભારતે આ અગાઉ 2018માં બાગ્લાદેશમાં રમવામાં આવેલા એશિયા કપમાં જીત મેળવીને ખીતાબ પોતાના નામે કર્યો હતો. ત્યાર બાદ ફરી એક વખત ભારતીય ટીમ પાસે એશિયા કપ પોતાના નામે કરીને ઈતિહાસ રચવાની તક છે.
