Skip to main content
Settings Settings for Dark

ઇગ્લેંન્ડ સામેની રાંચી ટેસ્ટમાં ઇગ્લેંડ પહેલી ઇનિગમાં 353 રન પર ઓલઆઉટ, ભારત 2-1થી આગળ

Live TV

X
  • J.S.C.A. ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે.

    ઝારખંડના રાંચીમાં J.S.C.A. ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. 5 મેચની સીરિઝમાં ભારત 2-1થી આગળ છે. ઈંગ્લેન્ડની ટીમ પહેલા બેટિંગ કરતાં માત્ર 2 દિવસમાં 353 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયશ્વાલ ઑપનિંગ કરવા મેદાને ઉતર્યા હતા. કેપ્ટન રોહિત શર્મા માત્ર 2 રન બનાવી આઉટ થઈ જતાં તેના ફેન્સ નિરાશ થયા હતા. તો 8 ઓવરમાં ભારતે 1 વિકેટ ગુમાવી 25 રન બનાવી ધીમી શરૂઆત કરી છે.

     ઈંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટે સૌથી વધુ 122 અણનમ રન બનાવ્યા હતા, રોબિનસને 58 રન કર્યા હતા. ભારતીય ધૂંઆધાર બોલર સામે ઈંગ્લેન્ડની ટીમ ટકી શકી નહતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધારે 4, આકાશદીપે 3, મોહમ્મદ સિરાજે 2 અને રવિચંદ્રન અશ્વિને એક વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડે માત્ર 57 રન પર જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ ત્રણેય વિકેટ ભારત તરફથી આકાશદીપે લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply